વ્યાજખોરો વિરૂધ્ધ ચાલતી મુહિમ વચ્ચે માથાભારે શખ્સે આચર્યું કૃત્ય
ગોંડલમાં અનેક વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા ફરિયાદો નોંધી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં પણ છાશવારે વ્યજાંકવાદીઓ પોતાના લક્ષણ જળકાવ્યા કરતા હોય આંબલી ચોકમાં રહેતા યુવાનને સાળાએ વ્યાજે લીધેલા નાણા કબૂલી લેવાનું કહી માર મારતા યુવાનને લાગી આવતા ફિનાઈલ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ નાની બજાર આંબલી શેરી માં રહેતા ઇમરાનભાઇ હનીફભાઇ બકાલી (ઉ.વ.38) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ હોસ્પિટલ ચોકીના પરષોત્તમભાઇએ ગોંડલ પોલીસને કરી હતી.
ઇમરાનભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો નંબર છે.અને સંતાનમાં બે પુત્રી છે. પોતે છુટક કામ કરે છે. ઇમરાનભાઇએ જણાવ્યું હતું કે મારા સાળા સદામ તૈલીએ સિકંદર અને રઉફ પાસેથી ધંધાના કામે વ્યાજે રકમ લીધી હતી. આ રકમ વસુલવા મારા સાળાને સિકંદર સહિતના તેની ઓફિસે લઇ ગયા હતાં અને ત્યાં પુરી દીધો હતો. એ પછી મને ફોન કરીને બોલાવ્યો હતો
અને મને પણ ગોંધી રાખ્યો હતો અને મારકુટ કરી મારા સાળાને ચુકવવાના થતાં રૂમ. 1 લાખ 90 હજાર મને કબુલી લેવાનું કહ્યું હતું. પરંતુ મારી પાસે રકમ ન હોઇ મેં ના પાડતાં મને મારકુટ કરી હતી અને અડધો કલાકનો ટાઇમ આપી ઓફિસમાંથી બહાર જવા દીધો હતો. એ પછી મારાથી પૈસાની વ્યવસ્થા ન થતાં મેં ફિનાઇલ પી લીધુ હતું. તેમ વધુમાં ઇમરાનભાઇએ કહ્યું હતું.