રેન્જ આઈ.જી. અશોકકુમાર,એસ.પી. જયપાલસિંહને વ્યાજ, ટ્રાફીક અને પોલીસ ચોકી સહિતના પ્રશ્નનો મારો
યુવ અગ્રણી ગણેશભાઈ જાડેજા, નિમેષભાઈ ધડુક, રાજેન્દ્રસિંંહ જાડેજા, ગોપાલભુવા, ઉપલેટા અને જસદણ પાલિકાના પ્રમુખ રહ્યા ઉપસ્થિત
ગોંડલ ના ભગવતસિહ ટાઉનહોલ ખાતે રેન્જ આઇજી નાં યોજાયેલા લોકદરબાર માં વ્યાજખોરો,ટ્રાફિક તથા પોલીસ ચોકી કાર્યરત કરવા સહિત ના પ્રશ્ર્નો ની રજુઆત થઈ હતી.
રેન્જ આઇજી.અશોકકુમાર યાદવ નાં ગોંડલ ડિવિઝન ઇન્સ્પેકશન દરમિયાન લોકદરબાર નુ આયોજન કરાયુ હતુ. શહેર ના આગેવાનો,વિવિધ સંસ્થાઓ ના હોદ્દેદારો તથા બહોળી સંખ્યા મા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.લોકદરબાર માં મનસુખભાઇ સખીયા એ ટ્રાફિક તથા અવાવરુ સ્થળોએ ચાલતી ગુન્હાખોરી અંગે કિશોરભાઈ ઉનડકટે રાતાપુલ પાસે ની બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરવા તેમજ પૃથ્વીસિહ જાડેજાએ બજારો મા થયેલા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી.
નગર પાલીકા ના કર્મચારી કેતનભાઇ ઉપાધ્યાયે પોતાનો પુત્ર વ્યાજખોરી ના વિષચક્ર મા ફસાયો હોય જેને કારણે પરીવાર ડીપ્રેશન ની હાલત મા હોવાનુ કહી શહેર ના પાંચ જેટલા વ્યાજખોરો થી બચાવવા રજૂઆત કરી હતી.
રેન્જ આઇજી.અશોકકુમાર યાદવે વ્યાજખોરી અંગે સત્વરે ફરિયાદ લઇ પગલા લેવા ખાત્રી આપી ટ્રાફિક સહીત ની રજુઆત નો નિકાલ સત્વરે થશે તેવી ખાત્રી સાથે રાતાપુલ ની પોલીસચોકી બે દિવસ મા કાર્યરત થઈ જશે તેવુ જણાવ્યુ હતુ.વધુ મા તેમણે જણાવ્યુ કે સમગ્ર દેશ મા કાયદો અને વ્યવસ્થા મા ગુજરાત પ્રથમ સ્થાને છે. તેમણે કહ્યુ કે ગુન્હાખોરી ઘટી છે.સીસીટીવી સહીત ની ટેક્નોલોજી થી ગુન્હેગારો ને છટકવુ મુશ્કેલ બન્યુ છે.
કાર્યક્રમ મા જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી ઝાલા,પીઆઇ સાંગાડા સહીત પોલીસ સ્ટાફ ઉપરાંત યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, નિમેષભાઈ ધડુક,ઓમદેવસિંહ જાડેજા,પ્રવિણભાઈ રૈયાણી,ગૌતમભાઇ સિંધવ, રાજેન્દ્રસિંહ જાડેજા,ગોપાલભાઈ ભુવા,જયદિપસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત ઉપલેટા,જસદણ નગર પાલીકા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ: ભાજપ અગ્રણી પુત્ર સહિત ત્રણની વ્યાજના ગુનામાં ધરપકડ
ભુણાવા ગામના યુવાનને 50 લાખ રૂપિયા આપી તગડું વ્યાજ વસુલનારે ચાર એકર જમીનનો દસ્તાવેજ કરાવી લીધો
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા સંજય વલ્લભભાઈ કપુરીયા એ રાજકોટના દીપેન જશમતભાઈ વસોયા, પીન્ટુ પરસોત્તમભાઈ પરસાણા અને જયદીપ ભીખાભાઈ વસોયા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં વ્યાજંકવાદ અંગે ફરિયાદ નોંધાવી હતી ત્રણેય શખ્સો પાસેથી રૂપિયા 50 લાખ 5 ટકા માસિક વ્યાજે લીધા હતા જેની સામે એક કરોડ સાડત્રીસ લાખ જેવું વ્યાજ ચૂકવી દીધું હતું ત્યારબાદ વ્યાજખોરોએ ભુણાવાની ચાર એકર જમીન નો વેચાણ દસ્તાવેજ પણ કરાવી લીધો હતો અને તેમ છતાં પણ સવા કરોડની માંગ કરી ધાક ધમકી આપતા હોય ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ મનીલેન્ડ 5, 40, 42 મુજબ ગુનો નોંધી પીએસઆઇ મહિપાલસિંહ ઝાલા અને રાઇટર મુકેશભાઈ મકવાણાએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે જયદીપ વસોયા રાજકોટના પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયા નો પુત્ર છે