વરસાદ અને આકરા તાપને લીધે સિઝન વહેલી પૂર્ણ
ગોંડલ માર્કેટ યાર્ડમાં દસ લાખ કરતા વધુ કેરીના બોકસની આવક સાથે સીઝન સમાપ્ત થઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની સીઝન મોડી શરૂ અને વહેલી પૂર્ણ થઈ છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં દર વર્ષે કેસર કેરીની સિઝનનો પ્રારંભ એપ્રિલ મહિનાના પ્રારંભથી થતો હોય છે. તેમ છતાં આ વર્ષે કેસર કેરીની સિઝનનો પ્રારંભ એપ્રિલના અંતમાં અને મે મહિનાના પ્રારંભમાં થયો હતો. જેમને લઈને કેરીની સિઝનનો પ્રારંભ ૨૦ થી ૨૫ દિવસ મોડો થવા પામ્યો હતો. જ્યારે સિઝનની પૂર્ણાહુતિ જુલાઈ માસમાં થતી હોય છે. તેમ છતાં આ વર્ષે ઉના, કેશોદ, વંથલી, તાલાળા સહિતના પંથકમાં થયેલ વરસાદ વાવાઝોડાની માઠી અસર અને આકરા તાપને કારણે ખેડૂતોને કેરીના ઉત્પાદનમાં નુકસાની વેઠવી પડી હતી. જેમને કારણે કેસર કેરીની સિઝન એક માસ વહેલી પૂર્ણ થઈ છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે એક લાખ બોકસ જેટલી વધું જોવા મળી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકો ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતો સિઝનમાં કેસર કેરીના સરેરાશ ભાવ ઓછા મળ્યાં છે.
ગત વર્ષ કરતા ૯૭ હજાર બોકસની વધુ આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીની રોજીંદા સૌથી વધુ ૪૧૦૦૦ થી લઈને ૪૨,૫૦૦ રેકોર્ડ બ્રેક કેરીના બોકસની આવક સાથે ગત વર્ષ કરતાં ૯૭૧૫૮ બોકસની વધુ આવક જોવા મળી હતી અને ગોડલ માર્કેટ યાર્ડ આ સિઝનમાં કેરીનું હબ ગણાતા સાસણ ગીરના તાલાળા કરતાં વધું આવક સાથે મોખરે જોવાં મળ્યું હતું. કેરી પકવતા ખેડૂતોને આ વર્ષે મોડો પાક અને ભાવમાં ટુકી સિઝનના કારણે બેવડા માર સાથે નુકસાની ભોગવવી પડી છે. તેમની પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોવાની વિગતો પણ સામે આવી છે.