અડચણરૂપ પાર્ક કરેલ અલ્ટ્રો કાર સાઇડમાં લેવાનું કહેતા ટ્રાફિક બ્રિગેડના ફરજમાં કરી રૂકાવટ

ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોઇ તેમ ગુનાખોરીના ગ્રાફ સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે વધુ એક ગુંડા ગર્દીનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંડવી ચોક પાસે એક ટ્રાફીક બ્રિગેડ ટ્રાફીકની વ્યવસ્થા કરાવી રહ્યો હતો. ત્યારે એક અલ્ટો કાર અડચપાર્ક હોવાથી તે કાર ચાલકને કાર સાઇડમાં લેવાનુ કહેતા ચાલકે ઉશ્કેરાઇ ટ્રાફીક બ્રિગેડનો કાઠલો પકડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા પોલીસે કાર ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતાં રાજેશકુમાર પાટડીયાએ પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ગઇકાલે માંડવી ચોક નજીક ટ્રાફીકની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ત્યાં એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી જેના રજી નં. જીજે. 03 ડીએન 7905 નો ચાલકે તેની કાર અડચણરુપ પાર્ક કરી હોવાથી તે સાઇડમાં લેવાનું કહેતા ચાલકે ઉશ્કેરાઇ ટ્રાફીક બ્રિગેડને ગાળો ભાંડી તેનો કાઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાશી ગયો હતો. જેથી પોલીસે તેના વિરુઘ્ધ ફરજ રુકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.