કોરોનાના કહેરથી કઠણ કાળજાનો માણસ તો પીગળી રહ્યો છે પરંતુ સ્મશાનગૃહમાં સતત એકધારા 17 થી પણ વધુ કોરોનાથી મોતને ભેટેલા લોકોના અગ્નિસંસ્કારથી ગેસશૈયાની ધરી પીગળી જવા પામી છે.ગોંડલ શહેર કે પંથકની સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે જગ્યા મળી રહી નથી વેન્ટિલેટરનું તો નામ પણ ઉચ્ચારી શકાતું નથી ત્યાં સ્મશાન તરફ નજર કરતા છેલ્લા ચાર દિવસમાં રામજીભાઈ સોલંકી, નાનાલાલ પંડ્યા, હરસુખભાઈ માચથર્ક, મનહરલાલ વસોયા, રેખાબેન સાપરિયા, સવિતાબેન પીરોજીયા, જયાબા ઝાલા, કુરજીભાઈ ભૂત, વિનુભાઈ હિરાણી, હંસાબેન સોરઠીયા, રસીલાબેન રાદડિયા, અંજનાબેન જોશી, લાભુબેન ઠુંમર, સતિષચંદ્ર ખંધેડિયા, જગદીશભાઈ ભટ્ટ દિવાળીબેન વઘાસિયા તેમજ સુરેશભાઈ ધોળકિયા સહિત 17 થી પણ વધુ લોકોના કોરોના ના કારણે મોત નીપજી ચૂક્યા છે.
મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ મુક્તેશ્વર સ્મશાનગૃહના સંચાલક અરવિંદભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે કોરોના થી મૃત્યુ પામેલ લોકોના એકધારા મૃતદેહો અગ્નિસંસ્કાર માટે આવી રહ્યા છે ગેસ શૈયામાં માત્ર 40 થી 50 મિનિટ જેટલો અગ્નિસંસ્કારનો સમય લાગે છે
પરંતુ એકધારા ગેસ શૈયામાં અગ્નિસંસ્કાર કરવામાં આવતા એકશૈયાની ધારી પીપળી જવા પામી છે બીજી ગેસ શૈયામાં અગ્નિ સંસ્કાર શરૂ રખાયા છે જ્યારે પીગળી ગયેલ ધરીને બદલતા એક કલાક જેટલો જ સમય લાગશે પરંતુ સૈયા ને ઠંડી થતાં કલાકો વહી જશે.