કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભુપત ડાભી અને તેનો પુત્ર માર મારતા હોવાનો વીડિયો વાયરલ
ભગવતપરા મા રહેતા યુવાન ને ભાજપ અગ્રણી તથા તેના પુત્રો સહિત છ શખ્સોએ ધોકા તથા લોખંડ ની સાકળ વડે બેરહમ માર મારતા બનાવ અંગે એટ્રોસીટી સહિત ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ગત મોડી રાતે ભગવતપરા મા બનેલી ઘટના મા ધોકા વડે યુવાન ને માર મારતા હોય તેના સીસીટીવી ફુટેજ સોશ્યલ મીડીયા મા વાયરલ થતા શહેર મા ચકચાર જાગી હતી .
પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરા વાછરા રોડ માધવ નગર મા રહેતા ભાવેશ રમેશભાઈ સોલંકી એ પોલીસ ફરિયાદ મા જણાવ્યુ કે ગત રાત્રી ના ભુપતભાઇ ડાભી ના ઘરે સમાધાન માટે મળવા જતા મારી સાથે બોલાચાલી કરી બેફામ ગાળો આપી મને બાઇક પરથી પછાડી દઇ ભુપતભાઇ ડાભી,લાલો ડાભી,અજય ડાભી,નિરજ ડાભી,અશોક ગોહેલ તથા એક અજાણ્યા શખ્સે જાતી પ્રત્યે હડતુત કરી ધોકા,લોખંડ ની સાંકળ થી બેરહમ માર માર્યો હતો. અશોક ગોહેલે મારા સાળા કીરણભાઇ સાથે ઝપાઝપી કરી હાથ મા ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી.
બનાવના કારણમા ભુપતભાઇના સબંધી પુજા કેટર્સ વાળા અશોક ગોહેલે ફરિયાદી પર કેસ કરેલો હોય સમાધાન માટે મળવા જતા હુમલો કરી માર માર્યો હતો.
બીજી બાજુ ભુપતભાઇ ડાભી એ એવુ જણાવ્યુ કે ભાવેશે સમાધાન માટે પૈસા ની માંગણી કરી જગડો કરતા બનાવ બન્યો હતો.ભુપતભાઇ ડાભી કોળી ઠાકોર વિકાસ નિગમ ના પુર્વ ચેરમેન છે.સીસીટીવી ફુટેજ મા યુવાન ને યુપી બીહાર સ્ટાઇલ થી માર મરાતો હોય ચકચાર જાગી છે.