કોરોનાની મહામારીમાં મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ક્યારેક એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનો અભાવ પણ જોવા મળતો હોય છે ગોંડલના દર્દીને રાજકોટ લઇ જવાના હતા એમ્બ્યુલસતો હતી પરંતુ ડ્રાઇવર ન હોય શિક્ષકે ડ્રાઇવર બને દર્દીને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

ગોંડલના જેલ ચોકમાં પરફેક્ટ ક્લાસીસ ચલાવતા રજનીશભાઈ રાજપરા ને મિત્રનો ફોન આવ્યો કે ભાઈ મારા મમ્મીની તબિયત બરોબર નથી ફેફસાંની તકલીફ થઇ છે રાજકોટ હોસ્પિટલ ખસેડવા પડશે મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની એમ્બ્યુલસ તો છે પરંતુ કોઈ ડ્રાઇવર નથી ત્યારે રજનીશભાઈ રાજપરાયે પણ પળ ભરનો વિલંબ કર્યા વગર ઓનલાઇન શિક્ષણ તુરંત જ બંધ કરી એમ્બ્યુલન્સના સારથી બની દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ પહેલા પણ કોરોના પોઝિટિવ ગૌરાંગ માધાણીને પ્રાઇવેટ વહીકલમાં ગોંડલ થી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા અને ઉમદા ફરજ બજાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે સામાન્ય બિમારી હોય તો પણ દર્દી નો હાથ પકડવા કોઈ રાજી થતું નથી ત્યારે સદાય વિદ્યાર્થી જીવન જીવવામાં માનતા ગોંડલના શિક્ષકે એમ્બ્યુલન્સના ડ્રાઇવરની ભૂમિકા ભજવી ઉમદા માનવ સેવા કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.