• યુવાને મકાનમાં ફાંસો ખાઈ અને યુવતીએ ઝેર ગટગટાવી આયખું ટૂંકાવ્યું : બંનેના પરિવારમાં કલ્પાંત, કારણ અકબંધ

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે રહેતા સતિષભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના 27 વર્ષીય યુવકે અગમ્ય કારણસર ગામના પાદરમાં આવેલા રસિકભાઈ ભૂતના મકાનમાં ગળાફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે પગલું ભર્યા અંગેનું કારણ હજુ સામે આવ્યું નથી.પોલીસે તપાસ હાથધરી છે. મૃતક ખેતી કામ કરી ઘરનું ગુજરાત ચલાવતો હતો અને માં બાપ સાથે રહેતો હતો.મૃતક અપરિણીત છે. ગોંડલ તાલુકા પોલીસના મયુરધ્વજસિંહ રાણાએ સ્ટાફ સહિત સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ આદર્યો છે.

જ્યારે આપઘાતના અન્ય બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે રહેતી દ્રષ્ટિબેન વિપુલભાઈ જોષી નામની 19 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર ઝેર પી લેતા તેનું મોત નિપજ્યું છે. બનાવ અંગે પરિવારે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસના મયુર ધવાજસિંહરાણાએ સ્ટાફ સહિત સ્થળે દોડી જઇ તપાસ હાથધરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.