આવકમાં દોઢ ગણા વધારા સાથે ગોંડલ ડેપો રાજકોટ ડિવીઝનમાં નંબર વન
ગોંડલ એસટી ડેપોના નવનિયુક્ત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજાની મહેનત તથા પાવરફુલ મેનેજમેન્ટના લીધે ગોંડલ એસટી ડેપોએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10 મા સ્થાન મેળવી લીધું છે. આવક મેળવવાની બાબત મા સમગ્ર ગુજરાતના 116 ડેપો માંથી છલાંગ લગાવી સીધા 10 માં નંબર પર આવી ગયેલ છે અને રાજકોટ ડિવિઝન માં પહેલા નંબર પર આવી ગયેલ છે. સતત ચર્ચા મા રહેતા ગોંડલ એસટી ડેપો દ્વારા અચાનક જ પ્રગતિ તરફ વળાંક લીધેલ હોય તેમ ડીઝલ કે એમપીએલ, બ્રેકડાઉન, આવકમા સુધારો થયેલ છે. આ અંગે ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ગોંડલ એસટી ડેપો સમગ્ર ગુજરાત મા નંબર 1 પર લઈ જવાના અમારા પ્રયત્નો છે.
જૂનાગઢ ડિવિઝનની સૌથી વધુ બસો બાયપાસ
ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ધીમે ધીમે બાયપાસ દોડતી બસો બસ સ્ટેન્ડ ખાતે આવવા લાગી છે, હાલ સૌથી વધુ બાયપાસ બસો જૂનાગઢ અને અમરેલી ડિવિઝન ની દોડે છે જે અંદર આવશે તો મુસાફરો ને વધુ ફાયદો થશે.મુસાફરો નો મિજાજ જાણતા જણાવ્યું હતું કે હાલ નાસિક રૂટ પર જ્યાં 22 કલાક નો રન છે ત્યાં સાદી એક્સપ્રેસ બસ દોડાવવામાં આવે છે જો પહેલા નો જેમ ફરી સ્લીપર બસ કરવામાં આવે તો મુસાફરો ને પણ આરામ દાયક મુસાફરી થશે અને આવક મા પણ વધારો થશે.દરરોજ ની 24 કલાક માં 450 થી 500 વચ્ચે બસ આવક જાવક થઈ રહી છે. ગોંડલ ડેપો પાસે 87 બસ છે, ગોંડલ ડેપો પાસે ડ્રાઇવર અને કંડકટર તેમજ ફમળ/મેકેનિક મળી ને 350 નો સ્ટાફ છે. આદિવાસી ગામ, ગુલબાર, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા,જૂનાગઢ તેમજ ઇન્ટર સ્ટેટ ઉદેપુર, અબાજી,નાસિક,દીવ,ઉના વધુ આવક રહેવા પામે છે.