પાંચ મહિનાથી વધુ સમયથી બંધ પડેલી એસ.ટી.ની. બસો હવે રાબેતા મુજબ ગામડાઓમાં દોડશે
ગોંડલમાં એસ.ટી.ની બસોને સોમવારથી ગ્રામ્ય પંથકોમાં દોડાશે કોરોના સંક્રમણનાં કારણે પાંચ મહિનાથી વધુ સમયથી બંધ પડેલી એસ.ટી.ની. બસો હવેથી રાબેતા મુજબ ગામડાઓમાં દોડાવવાનો નિર્ણયલેવાયો છે. એસ.ટી. નિગમ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગામડાના મુસાફરોને હટાણુ કરવા જવા આવવામાં પડતી હાલાકી દૂર થશે. કોરોના વાયરસ ના કારણે આશરે પાંચ મહિના થી વધુ સમય થી બંધ પડેલ એસ ટી બસો હવે રાબેતા મુજબ ગામડાઓમાં દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ મા માત્ર એક્સપ્રેસ સંચાલન શરૂ છે ત્યારે ગામડાંઓ ના લોકો ને નોકરી ધંધા રોજગાર માટે એસ ટી ની સુવિધા અતિ આવશ્યક છે વધુ મા મુસાફરો ની સુરક્ષા માટે વિભાગીય કચેરી દ્વારા ટેમ્પરેચર માપવા માટે ૨૫ થી વધુ થર્મલ ગન આપતા સોમવાર સુધી મા આશરે ૯૦ ટકા સુધી નું ગામડાંઓ નું સંચાલન શરુ કરવામાં આવશે જેમાં લોધિકા, કાલાવડ, દેરડી, અમરેલી, જામનગર, જસદણ, કંડોરણા,પોરબંદર સહિત ૯૦ ટકા થી વધુ સંચાલન શરૂ કરવામાં આવશે તેમ એસ ટી ડેપો મેનેજર જે આર અગ્રવાત દ્વારા જણાવવામાં આવ્યુ હતું.