ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ભોજપરા નજીક ધાર્મીક હેતુથી દાનમાં આપેલ જમીન પર પાર્ટી પ્લોટ બનાવી વ્યાપાર શરું કરાયો હોય આ અંગે પ્રાંત અધિકારી ને રજુઆત કરાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ની તક્ષશીલા સોસાયટીમાં રહેતાં અને સ્વામિનારાયણ ગૌ સેવા ટ્રસ્ટ ચલાવતાં જેન્તીભાઇ રવજીભાઈ મોણપરા દ્વારા સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને ભોજપરા ગામ સર્વે નં.51 પૈકી 2 બે એકર જેટલી જમીન ધાર્મીક હેતુથી દાન પેટે આપેલી હતી.
આ બે એકર જમીનમાં ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન હનુમાનજી નું મંદિર બાંધી બાકીની ખુલ્લી વિશાળ જમીનનો ધાર્મીક ઉપયોગ કરવા ને બદલે લગ્ન પ્રસંગ,બથઁ ડે પાર્ટી કે અન્ય મેળાવડાં માટે પાર્ટી પ્લોટની માફક ઉંચા ભાડાંથી આપી કોમર્શીયલ ઉપયોગ કરાઇ રહ્યો છે.દાન માં આપેલ જગ્યા માત્ર લોક ઉપયોગી તથાં ધાર્મીક કાયઁનો હેતુ હોવાં છતાં હાલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જગ્યા ભાડે આપી વેપલો કરી પૈસા કમાવવાનો બદઇરાદો રખાતો હોય ટ્રસ્ટ સામે યોગ્ય કાયઁવાહી કરવાં જેન્તીભાઇ મોણપરા દ્વારા રજુઆતમાં જણાવાયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે હાલ ટ્રસ્ટનાં શ્યામ સુંદર સ્વામી દ્વારા ધમઁની આડમાં ધરારી પુવઁક માલીકીપણું દાખવી રહ્યા છે.થોડાં સમય પહેલાં અમરેલીનાં વડીયા સ્મામીનારાયણ મંદિર નાં સ્વામી સામે મહીલા દ્વારા દુષ્કમઁ ની ફરીયાદ જુનાગઢ સી ડીવીઝન માં થવાં પામી હતી.જેમાં આ શ્યામ સુંદર સ્વામી પર મદદગારી કર્યા ની ફરીયાદ થઇ હતી.આમ શ્યામ સુંદર સ્વામી વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા હોવાં નું પણ જણાવ્યું હતું.