યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપની બહેનોએ સરહદના જવાનોને રાખડી અર્પણ કરી હતી જેમાં ગોંડલ સહિત દેરડી કુંભાજી, જૂનાગઢ, ધોરાજી, જેતપૂર, રાજકોટ સહિત ૭૮૫૧ રાખડી અને સુરત દ્વારા ૧૧૧૧ રાખડીનો સમાવેશ થાય છે.
ભારતીય સંસ્કૃતિ તહેવારો ની સંસ્કૃતિ છે, ત્યારે આગામી સમય માં જ રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે, ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર એટલે રક્ષાબંધન, યુદ્ધ એજ કલ્યાણ મહિલા સમિતિ દ્વારા ગોંડલ શહેર તેમજ દેરડી કુંભાજી ગામ અને જૂનાગઢ, ધોરાજી, જેતપુર , રાજકોટ શહેર દ્વારા ૭૮૫૧ રાખડી અને સુરત દ્વારા ૧૧૧૧ રાખડી સરહદ પર ના ફૌજી ભાઈઓ માટે મોકલવામાં આવી હતી. રાત દિવસ જોયા વગર દેશ ની રક્ષા કરતા સૈનિકો ને આપણે રક્ષાબંધન ના તહેવાર મા કઈ રીતે ભૂલી શકીએ ? તેવા આશયથી જવાનોને રાખડી મોકલવામાં આવી હતી.