- દીકરીઓને સમૃઘ્ધ કરિયાવર આપી સાસરે વળાવી
સામાજિક કુરિવાજોને તીલાંજલી આપી સમાજના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ અને સુખાકારી માટે અનિવાર્ય બનેલા સમૂહ લગ્ન આજે સમાજની જરૂરિયાત બની ચૂકી છે ત્યારે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ લેઉવા પટેલની દીકરીઓની વહારે આવ્યું છે. ગોંડલ ત્રણ ખૂણીયા પાસે વોરા કોટડા રોડ પર રોયલ પ્રાઈમ ખાતે 31 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં 31 વરરાજા ના વરઘોડા એક સાથે નીકળ્યાં હતાં. 31 દીકરીઓના સમૂહ લગ્ન ની શરૂઆત પહેલા રાષ્ટ્રીય ગાન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
રોયલ પ્રાઇમમાં સાડા સતર વીઘામાં 31 સમૂહ લગ્ન ના મંડપો, સ્ટેજ, રક્તદાન કેમ્પ, સેલ્ફી પોઇન્ટ, કરિયાવર સ્ટેજ, લેઉવા પટેલ સમાજનો ઈતિહાસની પૌરાણિક ચીજ વસ્તુઓ પ્રદર્શન, મુખ્ય મહેમાનોનું સ્ટેજ , જમણવાર, અને વરરાજાની ગાડીઓનું પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.દરેક દીકરીઓને લગ્નની ચોલી સરદાર પટેલ સોસીયલ ગ્રુપ તરફથી આપવામાં આવી.
આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન લગ્ન મંડપ સ્થળે એક 60 બાય 60 ફૂટનો મંડપ ઉભો કરવામાં આવ્યો છે જેમાં
લેઉવા પટેલના ઈતિહાસનું ભવ્ય પ્રદર્શન રાખવામાં આવ્યું છે લેઉવા પટેલ સમાજનો ઇતિહાસ તેમજ 100 વર્ષ પૌરાણિક ચીજ વસ્તુઓ, 25 થી વધારે પૌરાણિક વાસણો જેમકે બેડાં, ખાટલા, ફાનસ, વલોણું, પિતલના થાળી, વાટકા,ગાડું ચાંદીના સિક્કા, પૌરાણિક સિક્કા સહિતની 100 થી વધુ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતું.
આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકભાઈ ઠુંમર, ગિરધરભાઈ વેકરીયા, લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા, શૈલેષભાઈ વેકરીયા, અલ્પેશભાઈ ઉધાડ, દિવ્યેશભાઈ લીલા, દીપકભાઈ ધોણીયા, કમલેશભાઈ ખુટ, રમેશભાઈ સોરઠીયા, ખોડલભાઈ વેકરીયા, કિશોરભાઈ ભાલાળા, ગોપાલભાઈ શિંગાળા, ધીરુભાઈ ઠુંમર વગેરે જહેમત ઉઠાવી હતી. તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના સમાજના વિવિધ ગ્રૂપો આ સમુહલગ્નમાં સેવા આપવા પોહચ્યા હતા.
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, નાગરીક બેન્ક ચેરમેન અશોકભાઈ પીપળીયા, અગ્રણીઓ નીતિનભાઈ ગાજીપરા, મેહુલભાઈ ખાખરિયા, જેલચોક પટેલ વાડીના પ્રમુખ રસિકભાઈ મારકણા, લક્ષ્મણભાઈ હિરપરા, સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત
જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જીતુભાઇ વાઘણી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના આમંત્રિત મહેમાનો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા
ખોડલધામ ટ્રસ્ટી દિનેશભાઇ બાંભણીયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા, યુએલડી ક્ધયા છાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક, સુરતના અગ્રણી રમેશભાઈ ગજેરા, ગોંડલના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.