ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી એવમ્ પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.ના પરીવારના સુદીઘે સંયમ પયોયધારી પૂ.અનસુયાબાઈ મ.સ.આજરોજ તા.૨૩/૨/૧૮ ના રાજકોટ ખાતે શ્રી રામ કૃષ્ણ નગર સ્થા.જૈન સંઘ – શ્રી જયસુખલાલ પટેલ ઉપાશ્રય ખાતે સમાધિભાવે કાળધમે પામેલ છે.પૂ.મ.સ.ની ઉંમર ૯૬ વષે તથા સંયમ પયોય ૬૫ વષનો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ૬૫ વષે પૂર્વે શ્રી વિરાણી પૌષધ શાળા – શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે માતા અને પૂત્રી એટલે કે પૂ.અનસુયાબાઈ મ.સ.અને પૂ.જયોત્સનાબાઈ મ.સ.બંનેએ જૈન ભાગવતી દીક્ષા સાથે અંગીકાર કરી ગોંડલ સંપ્રદાયના ઈતિહાસમાં એક સૂવણે પૃષ્ઠ ઊમેરેલ. સુશ્રાવક ડોલરભાઈ કોઠારીએજણાવ્યું કે પૂ.અનસુયાબાઈ મ.સ.ની ૬૩ મી દીક્ષા જયંતિ ઊજવવાનો મહામૂલો લાભ મનહર પ્લોટ સંઘને મળેલ. મનોજ ડેલીવાળાએ માહિતી આપતા જણાવ્યું કે ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સાહેબે મા.વદ ત્રીજ ૨૦૧૧ ના પાવન દિવસે શ્રી સ્થાનકવાસી જૈન બોર્ડીંગના પટાંગણમાં માતા અને પુત્રીને ” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવેલ.
પૂ.અનસુયાબાઈ મ.સ.ની ઉંમર ૯૬ વષે હતી. વૈયાવચ્ચ કરી રહેલા પૂ.જયોત્સનાબાઈ મ.સ.,પૂ.હસુતાબાઈ મ.સ., પૂ.હર્ષિદાબાઈ આદિ સતિવૃંદ તેઓને નિત્ય હજારો આગમ ગાથાઓની સ્વાધ્યાય કરાવતા હતાં. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ અથોત્ આ શરીર પણ મારૂ નથી.જૈન શાસ્ત્રો ના આવા અણમોલ આગમ વાક્યોનું ચિંતન, મનન કરી આત્મ રમણતા કરતાં હતાં.
રામ કૃષ્ણનગર સંઘના અગ્રણી *ઈશ્વરભાઈ દોશી, રજનીભાઈ બાવીસી તથા સંઘ પ્રમુખ નંદલાલભાઈ કામદારે જણાવ્યું કે પૂ.અનસુયાબાઈ મ.સ. સરળ, ભદ્રિક અને નિખાલસતાની સાક્ષાત મૂર્તિ હતાં. ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે સુદીઘે સંયમ પયોયધારી ગુરુણીમૈયા પૂ.અનસુયાબાઈ મ.સ.કાળધમે પામવાથી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે. અનસુયાબાઈ મહાસતીજીની પાલખી યાત્રા બપોરે ૪ કલાકે રામકૃષ્ણનગર સંઘ ખાતેથી નીકળશે.