ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી આવકાર સોસાયટી, મોહનનગર,વૃંદાવન સોસાયટી તથા અજંતાનગર ની મહીલાઓ સાંજ નાં સુમારે રોડ રસ્તા ભુગર્ભ ગટર તથા ગંદકી ના મુદ્દે રોષિત બની રોડ પર ઉતરી આવી સાંઢીયાપુલ પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો હતો.

બનાવ નાં પગલે નગરપાલીકા  તંત્ર તથા પોલીસ સ્ટાફ દોડી આવી મહામહેનતે મહીલાઓ ને સમજાવી ખાત્રી આપતા મહીલાઓ વિખરાઇ હતી અને વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો પ્રાપ્ત વિગત મુજબ આવકાર સોસાયટી, મોહનનગર,વૃંદાવન સોસાયટી તથા અજંતાનગર ની મહીલાઓ સાંજે સાંઢીયાપુલ પહોંચી ચક્કાજામ કર્યુ હતુ.મહીલાઓ એ રોષિત બની જણાવ્યુ કે  સોસાયટી માં રોડ રસ્તા ના હોય ચોમાસા મા રબડી ની સ્થિતી સર્જાતી હોય સ્કુલ ના વાહનો કે શાકભાજી ની લારીઓ સોસાયટી મા આવતી નથી ભુગર્ભ ગટર નહી હોવાથી ચોમેર ગંદકી થવાથી કાયમી ની પરેશાની ભોગવવી પડે છે.સફાઇ કામદારો આવતા ના હોય કચરા ના ઢગ ખડકાયેલા છે.મહીલાઓ એ રોષભેર જણાવ્યુ કે પાંચ વરસ થી આ પરેશાની ભોગવી રહ્યા છીએ.નગરપાલીકા માં અનેકવાર રજુઆતો કરવા છતા કોઇ ધ્યાન આપતુ નથી.

મહીલાઓ ના આક્રોશ નાં પગલે દોડી ગયેલા નગરપાલીકા નાં કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,ચંદુભાઇ ડાભી  એ મહીલાઓ ને ખાત્રી આપી હતી કે રોડ પર ભુગર્ભ નુ લેવલીંગ થયા બાદ રસ્તાઓ નુ કામ ચાલુ થશે.ભુગર્ભ માટે પંમ્પીગ સ્ટેશન પણ ઉભુ કરાશે.શેરી ના માર્ગ સાથે મુખ્ય રોડ નુ કામ પણ શરુ કરાશે.ચક્કાજામ ને પગલે રોડ પર વાહનો ની કતારો જામી હતી જે પોલીસે પુર્વવત કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.