રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત કૃષિ મહોત્સવ ખેડુતો ૬૦ બસ અને ખાનગી વાહનો મારફત ગોંડલ પહોચ્યા
આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ઉ૫સ્થિતિમાં ગોંડલ ખાતે યોજાયેલ રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત કૃષિ મહોત્સવમાં મોરબી જીલ્લાના ૫૦૦૦ થી વધુ ખેડુતો અને કાર્યકરો ઉમટી પડયા હતા. રાજકોટ અને મોરબી જીલ્લાના સંયુકત કૃષિ મહોત્સવમાં ભાગ લેવા માટે મોરબી જીલ્લામાંથી કુલ ૬૦ બસ ઉપરાંત અન્ય ખાનગી વાહનોમાં ખેડુતો તેમજ કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. છેલ્લા ૧ર વર્ષથી રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવથી ખેડુતોને અસરકારક માર્ગદર્શન મળી રહ્યું છે. ગોંડલ ખાતે યોજાયેલ કૃષિ મહોત્સવમાં તજજ્ઞો દ્વારા આધુનીક કૃષિ તાંત્રીકતા, જળસિંચન થકી પાણીનો કાર્યક્રમ ઉપયોગ વધારો કરવાના ઉપાવ્યો, સજીવ ખેતી તેમજ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે રાજય સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ કુષિ મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા સહીતના મહાનુભાવો હાજર રહ્યા છે.
કૃષિ મહોત્સવ ૨૦૧૭ને સફળ બનાવવા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ, કિશાન મોરબીના પ્રભુભાઇ પનારા, મહામંત્રી જયોતિસિંહ જાડેજા, હિરેન પારેખ, ઘનશ્યામભાઇ ગોહીલ, પ્રભુભાઇ ભુત, સહીતના અગ્રણીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.