હોંગકોંગ સ્થિત ગુલ બદલાણીના આર્થિક સહયોગથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ
ગોંડલ ના પ્રકૃતિ પ્રેમી અને સામાજિક સેવા કરતા હિતેશભાઈ દવે પરિવાર દ્વારા હોંગકોંગ ના દાતા ગુલ બદલાણી ના આર્થિક સહયોગ થી ગોંડલ ના ગરીબ જરૂરિયાતવાળા બ્રહ્મ પરિવારો ને તેમજ વિધવા બહેન પરિવાર ને અંદાજે ૭૦૦/- ની કિંમત ની રાશન અનાજ ની ૨૫ કીટ નું વિતરણ શૈલેષભાઇ યાજ્ઞિક,યોગેશ દવે,હિતેશ દવે,તુલસી દવે,મનીષભાઈ જોશી,જતન દવે અને ગીરીશભાઈ રાવલના સહયોગ થી કરવામાં આવેલ. આ રાશન સહાય કીટ માં ૧૦સલ ઘઉં નો લોટ, મગ, તેલ, ચા, ખાંડ, ખીચડી, સાબુ , ટૂથપેસ્ટ, તુવેરદાળ, ચા, મગદાળ તેમજ અન્ય રાશન આપવામાં આવ્યું હતું.ગરીબ ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકો સ્કૂલે નિયમિત જાય, પરિવાર ની બહેનો આરોગ્ય અને ખોરાક નો ખ્યાલ રાખે તેમજ તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે હિતેશભાઈ દવે અને તેમનો પરિવાર બે દશકા થી આ સેવકાર્યો કરી રહેલ છે. ૩૦૦ જેટલા બાળકો અને ૧૦૦ પરિવારો માટે આ સેવા કર્યો કરવામાં આવી રહેલ છે..આ કપરા સમય માં ગરીબ અને જરૂરિયાતમંદ બ્રહ્મ પરિવારો ને રાશન અનાજ કીટ ની સહાય કરવા બદલ દાતા ગુલ બદલાણી હોંગકોંગવાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.