એલીવેટેડ બ્રિજની લંબાઇ ૧.૨ કી.મી. ની રહેશે, રૂ.૮૮ કરોડનો ખર્ચ, ૩૦ વર્ષના ટ્રાફિકને ઘ્યાનમાં રાખી પ્રોજેકટ હાથ ધરાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
રાજકોટ શહેરને અડીને પસાર થતા પોરબંદર- જેતપુર – ગોંડલ – રાજકોટ – બામણબોર નેશનલ હાઇવે નં.ર૭ પણ ગોંડલ ચોકડી ઉપર વધુ વાહનોની સંખ્યાને લઇને ટ્રાફીકની સમસ્યા નડી રહેલ છે.
તા. ૧-૪-૨૦૧૮ ના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવીયા રાજકોટ શહેશ ખાતે કાર્યક્રમામાં ભાગ લેવા પધારેલ ત્યારે રાજકોટના ધારાસભ્ય, મેયર, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસો. વિગેરે દ્વારા ગોડલ ચોકડી ના ટ્રાફીક અંગે રજુઆત કરેલી.
આ દિવસે જ મંત્રી મનસુખ માંડવીયાએ ગોંડલ ચોકડીની સ્થળ મુલાકાત લઇ સ્થીતીનો તાગ મેળવેલ અને સ્થળ પરના નેશનલ હાઇવે ઓપોરીટીના અધિકારીઓને આ બ્રીજ સત્વરે બનાવવા માટે જરુરી દખાસ્ત દિલ્હી મોકલી આપવા સુચના આપેલ હતી.
આ દરખાસ્તને કેન્દ્ર સરકારનાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા મંજુરી આપી ગોંડલ ચોકડી પર એલીવેટેડ બ્રીજ નું કામ મંજુર કરેલ છે.
ગોંડક ચોકડી પર બનનાર આ એલીવેટેડ ફુલ લંબાઇ ૧.ર લંબાઇ કિલોમીટર છે. જેમાં ૩૦ મીટરના ર૭ ગાળા સાથે સિકસ લેન (૬ માર્ગીય) એલીવેટેડ બ્રીજ બનાવવાનું આયોજન છે. જેથી કરીને આ એલીવેટેડ કોરીડોર ઉપરથી રાષ્ટ્રીય ધોરી માર્ગનો ટ્રાફીક અડચણ વિના પસાર થઇ શકે:, તેમજ એલીવેટેડ કોરીડોરની નીચે સર્વિસ રોડની સગવડતા પણ આપવામાં આવશે. જેથી કરીને રાજકોટ શહેર તરફના બન્ને રસ્તા પર વાહન ચાલકો સરળતાથી શહેરમાં જઇ શકે. આ બ્રીજની ડીઝાઇન આગામી ૩૦ માર્ચ ના અંદાજીત ટ્રાફીકને ઘ્યાને લઇ કરવામાં આવે છે. રૂ ૮૮ કરોડના અંદાજીત ખર્ચે બનનાર આ એલીવેટેડ બ્રીજનું નિમાણ કામનું ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવેલ છે. આ બ્રીજનું નિમાર્ણ કાર્ય ર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.