ગોંડલ-જેતપુર રોડ ઉપર બાયોડીઝલના નામે મિલાવટ વાળો પદાર્થ ધાબડવામાં આવતો હોવાનું ધ્યાને આવતા પ્રાંતની ટીમો ત્રાટકી: રૂ. ૬૧.૮૭ લાખનો બાયોડીઝલનો જથ્થો સીઝ

ગોંડલ- જેતપુર હાઇવે ઉપર બાયોડિઝલના નામે ભેળસેળીયો પદાર્થ વેચવાનું મસમોટું કૌભાંડ પકડાયુ છે. આ ભેળસેળ ધ્યાને આવતા ગોંડલ પ્રાંત અધિકારીની ટીમોએ ૭ પંપ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અને રૂ. ૬૧.૮૭ લાખનો બાયોડિઝલનો જથ્થો સિઝ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગોંડલના પ્રાંત અધિકારી રાજેલ આલની સુચનાથી જેતપુર-ગોંડલના મામલતદાર ની ટીમ દ્વારા અંદાજિત ૯૦ હજાર લિટર જેટલો મિલાવટ વાળો પેટ્રોલિયમ પદાર્થ નો જથ્થો સીઝ કરાર્યો છે. ગોંડલ-જેતપુર હાઈવે પર  જુદી જુદી જગ્યાએથી બાયો ડીઝલ ના નામે મિલાવટ વાળો પેટ્રોલિયમ પદાર્થ નું વેચાણ થતું હોવાનું વારંવાર ફરિયાદો તથા રજૂઆતો અનુસંધાને વેચાણ કરતાં વિક્રેતાઓને ત્યા દરોડાની કાર્યવાહી કરી હતી.  જુદી જુદી ટીમો બનાવી આવા વિક્રેતાઓની તપાસ કરતા સાત વિક્રેતાઓને મિલાવટ વાળો પેટ્રોલિયમ પદાર્થ નો જથ્થો સિઝ કરેલ છે જેમાં પરશુરામ એન્ટરપ્રાઇઝ કાગવડ ના પાટીયા પાસે જેતપુર નો ૯૯૦૦ લિટર તેમજ પવન બાયોડીઝલ કાગવડ ના પાટીયા પાસે વછરાજ હોટલ જેતપુર જથ્થો ૪૦૦૦ લીટર તેમજ ગુજરાત ડીઝલ સીગડી રેસ્ટોરન્ટ ની બાજુમાં જેતપુર જથ્થો ૧૫૯૦૦  તેમજ્ ગણેશ ટ્રેડિંગ રબારીકા ચોકડી પાસે જીવનબાગ સામે જેતપુર ૩૪૦૦ લીટર રાજ ટ્રેડર્સ માર્કેટિંગ યાર્ડ ની સામે ગોંડલ  જથ્થો ૪૧૪૩૬ લીટર શક્તિ ટ્રેડિંગ કંપની ગોંડલ ૩૦૦૦ લિટર રાજલ ટ્રેડર્સ ગોંડલ ૧૨૦૦૦ લીટર કુલ જથ્થો ૮૯૬૩૬ લિટર કિંમત ૬૧૮૭૫૬૪ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ ને મોકલવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.