સામસામે થયેલી અરજીમાં સમાધાન થયા બાદ પોલીસે મહિલા અને બે બાળકોને પટ્ટા માર્યા
ગોંડલમાં રહેતા મહિલાને અરજી સબબ સિટી પોલીસ મથકમાં બોલાવ્યા બાદ પોલીસે પૈસાની માંગણી કરી ન આપતાં એક મહિલા અને તેના બે સંતાનોને માર માર્યાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાટર નંબર બી/18માં રહેતા કુસુમબેન સુધીરભાઈ પુરોહિત નામના 42 વર્ષના મહિલાને ગોંડલ સિટી પોલીસ મથકમાં મહિપતસિંહ નામના પોલીસ કર્મી સહિતના સ્ટાફે પટ્ટાથી માર માર્યાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
આ અંગે કુસુમબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સામસામે થયેલી અરજીના પગલે પોલીસે બોલાવ્યા હતા. જ્યાં બંને પક્ષે સમાધાન થઈ જતાં મહિપતસિંહએ કુસુમબેન પાસે પૈસા માંગ્યા હતા. જે દેવાની ના પાડતા મહિપત સિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓએ કુસુમબેન અને તેના સંતાનોને પટ્ટાથી માર માર્યાના આક્ષેપ કર્યા હતા.