ગોંડલ પી.જી.વી.સી.એલ.દ્વારા વીજ ગ્રહોકો પાસે થી કનેકશન કાપવાની ધમકી આપી જબરન પૈસા ભરવાની ફરજ પડતા  એચ.બી.પટેલ…

મોવિયા રોડ તેમજ વોરા કોટડા રોડ  માં પાવર ચોરી થાય છે તે મને ખબર છે ફરિયાદ અમારી પાસે નથી તો તે અમારી સતા નો આવે.એચ.બી.પટેલ.
તમારી પાસે વીજ બીલ ભરવાના પૈસા નાં હોઈ તો વ્યાજે લઇ ને ભરો.
અમોને ચેક આપો નહીતો પોલીસ બોલાવી વીજ કનેકશન કાપી નાખીશું
ભગવતપરા ખટકી વાડ વિસ્તારમાં બેફામ પાવર ચોરી થઈ રહી છે.
એચ.બી.પટેલ નાં ત્રાસ થી કોઈ પરિવાર નો મોભી આત્મહત્યા કરી લે તે પહેલાં તેની સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ.

પ્રાપ્ત વિગત મુજબ માર્ચે એન્ડી નાં નામે પી.જી.વી.સી.એલ નાં અધિકારી એચ.બી.પટેલ જે ગ્રાહકો નાં વીજ બિલ ભરવાના બાકી હોઈ તરવો નાં ઘરે કર્મચારી ની એક ટુકડી બનાવી બિલ વસૂલી જેતે વીજ ગ્રાહક ના ઘરે મોકલે છે વીજ ગ્રાહક ની આર્થિક પરિસ્થિતિ હમણાં સારી ના હોઈ મને થોડો સમય આપો હું વીજ બિલ  ની રકમ ભરપાઈ કરી દઈશ ત્યારે આ દબંગ અધિકારી ધાક ધમકી અને પાવર કનેકશન કાપી દેવા ની ધમકી આપે છે અને કહે છે કે તમારી પાસે પૈસા નાં હોઈ તો વ્યાજે લઈને વિજબીલ ભરી દયો અને અત્યારે ને અત્યારે અમારા આવેલા કર્મચારી ને ચેક આપી દયો નકાર પોલીસ બોલાવી ને તમારું વીજ કનેકશન કાપી નાખવામાં આવશે આવી ધમકી આપી જબરન વીજબિલ ભરવાની ફરજ પાડવા માં આવે છે. એચ.બી.પટેલ ને રૂબરૂ મળી ને ગ્રાહક ફરિયાદ કરે કે સાહેબ અમારે વીજબિલ  ભરી દેવું છે પણ હમણાં અમારી આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે.

અને જે લોકો સાહેબ ખુલ્લેઆમ પાવર ચોરી કરે છે તમે તેને કેમ પકડતા નથી તો આ દબંગ અધિકારી રોફ થી કહે છે તે અમારા માં આવતું નથી ને અમને ખબર છે કે તે લોકો પાવર ચોરી કરે છે અમારે પણ સબંધ રાખવા નાં હોઈ છે.ને અમને ફરિયાદ આવે તોજ અમારે કાર્યવાહી કરવાની સત્તા છે બાકી અમે કાઈનો કરી શકીએ. આ અધિકારી ગરીબ લાચાર વર્ગ નાં પરીવાર ઉપર દબંગગીરી કરવામાં માહિર છે.

શહેર નાં મોવિયા રોડ.વોરા કોટડા રોડ.ભગવત પરા. ખટકીવાડ.રોડ ઉપર હોટલ વાળા અને નાની મોટી કેબીનો માં ખુલ્લે આમ વીજ ચોરી થઈ રહી હોય આ અધિકારી ને ખબર પણ હોઈ પણ ત્યાં દર મહિને મોઢું મીઠું કર્યાવતા હોવાથી એક પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી ના હોઈ જ્યારે ઉચકક્ષા એ ચેકીંગ આવે ત્યારે પાવર ચોરી કરનારા ઓ ને મોબાઈલ થી જાણ કરી દેવા માં આવતી હોય એટલે પાવર ચોરી પકડાતી નથી .ત્યારે આ અધિકારી સામે જબરણ વીજ બીલ ભરાવતા ની અનેક ફરિયાદ આવતી હોય ઉચ્ચ કક્ષાએ તપાસ કરી આ એચ.બી. પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે આના ત્રાસ થી કોઈ પરિવાર નો મોભી આત્મા હત્યા કરવા જેવા પગલાં ભરે તે પહેલાં આ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.