દારૂ પીને બેભાન પતિનેે શોધવા જઈ રહેલી પરિણીતાને રસ્તામાં પાડોશી શખ્સે હેવાનિયત આચરી
ગોંડલ તાલુકાના કમઢીયા ગામે પતિની શોધમાં નીકળેલ પરણીતાને પાડોશમાં રહેતા શખ્સે હેવાનિયતનો શિકાર બનાવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી
પ્રાપ્ત વિગતો મુજબ કમઢીયા ગામે રહેતી 35 વર્ષીય પરિણીતાનો પતિ સવારે વાડીએ ગયા બાદ ઘરે પરત ન આવતા પરિણીતા હાફડી ફાફડી બની હતી અને પતિની શોધ શરૂ કરી હતી દરમિયાન પાડોશમાં રહેતો અજય સોલંકી ત્યાં આવી ચડતા તેને પુત્ર સાથે વાડીએ તપાસ કરવા મોકલ્યો હતો. અજયે વાડી એ જઈને જોયું તો મહિલાનો પતિ દારૂ પીધેલ હાલતમાં બેભાન પડ્યો હતો અને અજયે મહિલાને વાડીએ આવવાનું કહેતા મહિલા વાડીએ જઈ રહી હતી
ત્યારે અજય મહિલાના પુત્રને તેના પતિ પાસે બેસવાનું કહી રસ્તામાં સામે આવ્યો હતો અને એકલતાનો લાભ લઇ મહિલા પર દુષ્કર્મ ગુજારતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે આઈપીસી કલમ 376 મુજબ ગુનો નથી વધુ તપાસ પીએસઆઇ ઝાલા અને રાઇટર મુકેશભાઈ મકવાણાએ હાથ ધરી હતી