સમગ્ર માનવ જાતિ કોરોના વાયરસથી ભયભીત છે અને સારવારની શોધમાં છે.આવાં સંજોગો માં કોરોના સામે લડનારાં યોધ્ધાઓ ને ગોંડલ નાં પ્રસિધ્ધ ચિત્રકારે પટના માં ઉજાગર કરી વાચા આપી છે. આવા મુશ્કેલ સમયમાં સમગ્ર માનવ જાતિના અસ્તિત્વની સામેડોક્ટર, પોલીસ, સ્વીપર જેવા અન્ય મુખ્ય યોધ્ધાઓ ની કદર કરવા ચિત્રકાર મુનીર બુખારી દ્વારા પટનામાં ૯૩ ફૂટ ઊંચી દિવાલ પર ચિત્રકારી કરાઈ છે.
મૌર્ય લોક સંકુલ પટણાના હૃદય તરીકે જાણીતું છે અને તે તેના સૌથી જૂના શોપિંગ ક્ષેત્રમાંનું એક છે. તેમાં શોપિંગ કોમ્પ્લેક્સ, અનેક સરકારી કચેરીઓવાળી રેસ્ટોરાં અને શહેરનું મુખ્ય સ્થાન શામેલ છે, જે કોવીડના વૈશ્વિક આરોગ્ય સંકટ સામે લડનારા ડોકટરો, પોલીસ, ડિલિવરી કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોગ્ય સ્થળ છે. આ માટે મુનિર બુખારી એ અથાગ મહેનત કરી છે