ખોટા સોગંદનામાને આધારે એન્ટ્રી પડાવી અન્ય વ્યક્તિને કબ્જા સહિત સાટાખાત કરી છેતરપીંડી આચરી
ગોંડલ શહેરના દેવપરા વિસ્તારમાં આવેલી સંયુક્ત મિલ્કતમાં કાકા અને ફૈબાનો હિસ્સો ડુબાડી પિતા સીધી લીટીના વારસદાર ઉદેશી સોગંદનામું નોટરાઇઝ કરી જેના આધારે સીટી સર્વેમાં નોંધ પડાવી પોતાના નામે કરાવી અન્ય વ્યક્તિને કબ્જા રહીત સાટાખત કરી છેતરપિંડી આચર્યાની પિતરાઇ ભાઇ સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરના દેવપરા શેરી નં.2માં રહેતા જયપ્રકાશભાઇ લક્ષ્મીચંદભાઇ ઉર્ફે લક્ષ્મીદાસ ઉદેશીએ ગોંડલના પંચનાથ પ્લોટમાં રહેતા મહેન્દ્ર જમનાદાસ ઉદેશીએ મિલ્કતમાં હક્ક ડુબાડવા ખોટુ સોગંદનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવી કાકા અને ફૈબા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાશમાં ફરિયાદી જયપ્રકાશભાઇના દાદી અને ભાભુ નામની મજમુ મિલ્કત આવેલી છે. આ મિલ્કતમાં પિતા લક્ષ્મીચંદભાઇ, ભાભુ કમળાબેન અને ફૈબા રતનબેન સહિત ત્રણેય સીધી લીટીના વારસદાર હોવાથી ત્રણેયનો હિસ્સો છે.
આ મિલ્કતમાં જયપ્રકાશભાઇ સહિતના ભાઇ-બહેનનો હિસ્સો હોવાનું જાણતા હોવા છતા મોટાબાપુના પુત્ર મહેન્દ્રભાઇએ ગત તા.7/4/22ના રોજ પિતા લક્ષ્મીચંદભાઇ અને ફઇ રતનબેનનું વારસદારમાં નામ નહીં દર્શાવી ખોટુ સોગંદનામું બનાવી નોટરાઇઝ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સીટી સર્વે કચેરી ગોંડલ ખાતે રજૂ કરી મિલ્કત વારસાઇ એન્ટ્રી કરાવી તેના ભાઇ અને બહેનોના નામે સહદેવસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ગોંડલ સબ રજીસ્ટાર કચેરીમાં કબ્જા રહિત સાટાખત કરાવી આપ્યું હતું. ઉપરોક્ત સોગંદનામા પિતા અને ફૈબાનો હિસ્સો ડુબાડી પોતાના નામે કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાશ પી.એસ.આઇ. વી.કે.કોઠીયા સહિતના સ્ટાફે હાથધરી છે.