ધોકા પાઇપ વડે હુમલો કરનાર ચાર મહિલા સહિત નવ શખ્સો સામે નોંધાતો ગુનો
ગોંડલના શ્રીનાથગઢ માં ઘર નજીક ચાલવાના પ્રશ્ન પાડોશીઓ વચ્ચે મારામારી થતા બનાવમાં બે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પોલીસે બંને પક્ષની ફરિયાદ કરતી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના શ્રીનાથ ગઢ માં રહેતા અસ્મિતાબેન ભરતભાઈ બાબરીયા નામની 23 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે તેમના ઘરના ફળિયામાં બેલાની વંડી બનાવી હતી છે પાડોશમાં રહેતા અમરશીભાઈ ઉકાભાઇ બાબરીયા, જયરાજભાઇ અમરશીભાઈ બાબરીયા અને કંચનબેન અમરશીભાઈ બાબરીયા એ તે વંડી પાડી ફરિયાદી અને તેના પિતા પર ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમના ઘરમાં ઇટોના ઘા કરતા ફરિયાદીના પિતાને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસે અસ્મિતા બેન ની ફરિયાદ પરથી તમે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષના કંચનબેન અરવિંદભાઈ બાબરીયા એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના ઘર પાસે ચાલતા હતા ત્યારે ભરતભાઈ અહીં તમારે ચાલવાનું નહી તેમ કહી અસ્મિતાબેન બાબરીયા, દેવુબેન, ભીખાભાઈ,જ્યોતિબેન અને નટુભાઇ ના હોય કંચનબેન પર હુમલો કરી તેઓને મૂઢ માર મારતા ઈજા પોહ્ચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પોલીસે તેઓની ફરિયાદ પરથી છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમ પોલીસે ચાર મહિલા સહિત નવ શખ્સો સામે મારામારીનો ગુનો નોંધ્યો છે.F