અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગુરૂદેવ ગિરિશચંદ્રજી સ્વામીનાં પરમકૃપાપાત્ર સુશિષ્ય ગુજરાત રત્ન પૂ સુશાંતમુતિ મ.સા. તથા સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા. એવ મહાસતીવૃંદના સુમંગલ સાનિધ્યમાં ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ ગોંડલ, દાદા ડુંગર ગાદી ઉપાશ્રયમાં આગમપોથી અર્પણવિધિનો કાર્યક્રમ યોજાયો હતો.

કુસુમબેન હરસુખભાઈ મહેતા પરિવાર અ.સૌ. હર્ષાબેન ચેતનભાઈ મહેતાના નિવાસ સ્થાન ૧૫, ભોજરાજપરા ‘મધરલવ’થી આગમપોથી શોભાયાત્રાનો પ્રારંભ થયેલ હતો. સલ ચર્તુવિધસંઘ સહિત બહેનો રકતવર્ણ અને ભાઈઓ શ્વતેવર્ણના વસ્ત્ર પરિધાન કરી બહુમાનપૂર્વક જિનશાસનના જયનાદ સાથે પૂ.સુશાંતમુતિ મ.સા.ના માંગલિક બાદ આગમપૂજન કરી ગોંડલનાં પાંચેય સંઘોના પદાધિકારીગણ અને શ્રાવક શ્રાવિકા સાથે શોભાયાત્રા વિશેષ પ્રભાવના સહિત જૈનાચાર્ય ડુંગરસિંહ સ્વામી માર્ગ પરથી પસાર થઈ દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રયમાં પૂર્ણ થયેલ હતું.

ઉતરાયન સૂત્રની પોથીના લાભાર્થી હીરાલક્ષ્મીબેન રતિલાલ શાહ પરિવાર હસ્તે મુકેશભાઈ શાહ મુંબઈ-બોરીવલી, સૂયડાંગસૂત્ર પોથીના લાભાર્થી તનુજાબેન ગુણવંતભાઈ દોશી પરિવાર અ.સૌ. મેઘનાબેન શ્રીકાંતભાઈ દોશી હ. કું. શ્વેતા, ચિ રાજેશ દોશી પરિવાર, જ્ઞાતાધર્મકથાસૂત્ર પોશીના લાભાર્થી કુસુમબેન હરસુખભાઈ મહેતા પરિવાર શાર્વી બ્રિજેશ મહેતા હસ્તે ચિ. ત્વીક મહેતા. આગમપોથી લાભાર્થી પરિવારવતી મસ્તકે ધારણ કરનાર અને વહોરાવનાર ઉત્તારાધ્યયન સૂત્રપોથી અ.સૌ. અલ્પાબેન કેતનભાઈ દેસાઈ, સૂયડાંગસૂત્ર પોથી અસૌ. શિલાબેન શૈલેષભાઈ માંઉ, જ્ઞાતાધર્મકથા સૂત્ર પોથી અસૌ હર્ષાબેન ચેતનભાઈ મહેતા, અ.સૌ. શિતલબેન અશોકભાઈ કોઠારી, અ.સૌ. શાર્વીબેન બ્રિજેશભાઈ મહેતા પાંચ દંપતિએ વહોરાવીને સ્વયંને ધન્ય બનાવેલ. પૂ. સુશાંતમુતિ મ.સા. ચાતુર્માસ પ્રવચન ’પ્રભુ’ મહાવીર ની અંતિમ દેશના’ અને પૂ.પારસમુનિ મ.સા. ‘આવા હતા પ્રભુ મહાવીર’ વિષય પર ફરમાવશે. દર બુધવારે મહિલા જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ દિલિપભાઈ પારેખ, મંત્રી જીજ્ઞેશભાઈ વોરા, ખજાનચી અમીચંદભાઈ શાહ આદિ પદાધિકારી તથા કારોબારી સભ્યોએ પુરૂષાર્થ કરેલ હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.