યોગ્ય નિકાલ નહીં થાય તો આંદોલનના ભણકાર
શહેરના ગુંદાળા રોડ પર આવેલ ગણેશ નગર , બ્રહ્માણી નગર સહિતની અનેક નવ વિકસિત સોસાયટીઓમાં પાંચ પાંચ દિવસથી નગરપાલિકા તંત્ર દ્વારા કચરો એકઠો કરવા માટે ટીપરવાન મોકલવામાં આવતી ન હોય વહાલા દવલાની નીતિની સામે મહિલાઓએ રણચંડી બની રોડ પર કચરા ફેકી ચકાજામ કરી દેતા ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવના પગલે મહિલાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સુધરાઈ સભ્યોને અનેક રજૂઆત કરવામાં આવી હતી પણ માત્ર ગાડી આવી જશે ગાડી આવી જશે તેવા જવાબ આપવામાં આવતા હોય છે તેનો કોઈ નિરાકરણ ન આવતા આજે ના છૂટકે કચરાના ઢગલા ને રસ્તા પર ફેંકી ચકાજામ કરવાની ફરજ પડી છે જો હજુ પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેઓ રોષ વ્યક્ત કર્યો હતો