નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો એટલે કે માર્ચ એન્ડિંગ સુધીમાં એક માસમાં જ દોઢ કરોડની આવક થઈ

ગોંડલ શહેર અને વસ્તીનો વ્યાપ્ત દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે રહેણાંક ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ બાંધકામો પણ વધી રહ્યા છે ત્યારે પુરા થતા નાણાકીય વર્ષ માં નગરપાલિકા ટેક્ષ શાખાએ પોણા આગિયાર કરોડની આવક કરી રેકોર્ડ   કર્યો છે.

નગરપાલિકા ટેક્ષ શાખાના ટેક્સ સુપ્રીમટેન્ડન્ટ અમિતભાઈ ધાના એ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ગૌતમભાઈ સિંધવ અને કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા ની નીગરાની હેઠળ ટેક્સ શાખા દ્વારા આખા વર્ષ દરમિયાન ટેક્સ ઉઘરાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી અને નાણાકીય વર્ષોના અંતે કુલ રૂ. 10,78,84,203 ની આવક કરી રેકોર્ડ બ્રેક કર્યો છે, આવડી મોટી આવક અત્યાર સુધીમાં નગરપાલિકાના ઇતિહાસમાં થવા પામી નથી અને તેમાં પણ નાણાકીય વર્ષના અંતિમ મહિના એટલે કે માર્ચ એન્ડિંગમાં રૂપિયા 1,53,64,587 ની આવક કરી છે

આ રેકોર્ડ બ્રેક કરવા માં વોર્ડ ક્લાર્ક દિનેશભાઈ અજાગિયા, હરેશભાઈ બોરીસાગર, ભરતભાઈ ભુંડિયા, હરેશભાઈ બાબરીયા, જીતુભાઈ અપરનાથી, ભાવેશભાઈ ભટ્ટી, હિતેન્દ્રસિંહ સરવૈયા, દેવરાજ સિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ વાળા, કેશીયર પ્રકાશબા સરવૈયા, વ્યોમાબેન ભેડા , મિત ભેડા, ગનીભાઇ ગામોટ, રફિકભાઇ સુમરા અને ભરતભાઈ મક્કા એ જહેમત ઉઠાવી હતી.

રાજ્ય સરકાર દ્વારા વ્યાજ માફીની સ્કીમ આપવામાં આવી હોય જે નગરપાલિકાના ટેક શાખાના કર્મચારીઓ દ્વારા લોકોના ઘરે ઘરે દુકાને દુકાને જઈ સમજાવવામાં આવતા લોકો ટેક્સ ભરતા થયા હતા અને ફેડરલ બેંક દ્વારા પોસ્ટ મશીન આપવામાં આવ્યા હોય જે ટેકનોલોજી ની મદદથી લોકો ક્રેડિટ કાર્ડથી પણ ટેક્સ ભરવા લાગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.