પાલિકાના અણધડ વહીવટના કારણે પૂર્વ સભ્ય અને વકીલે યતિશ દેસાઇએ હાઇકોર્ટમાં લેખીત ફરીયાદ કરતા ચકચાર

ગોંડલ શહેરમાં આવેલ ગોંડલી નદી પરના રાજાશાહી વખતના અંદાજીત 100 વર્ષથી વધુ જુના બે પુલો આવેલા છે જે સરકારની તમામ એજન્સીઓએ કબુલ રાખેલ છે. અને જર્જરીત હાલતમાં છે તે પણ કબુલ રાખેલ છે જે અંગેની માહિતી ગોંડલ નગરાપલિકાના પૂર્વ સદસ્ય અને એડવોકેટ યતિશભાઈ દેસાઈ દ્વારા નગરપાલિકા પાસે થી માંગવામાં આવતા પાલિકા તંત્ર એ ખોટી માહિતી આપી કહ્યું હતું કે આ બંને પુલો અમારા કબજામાં નથી અને અમારા રેકર્ડમાં પણ નથી.

જેથી રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ પાસેથી પણ આ અંગેની માહિતી માંગેલ તો તેમણે જણાવેલ કે આ પુલો નગરપાલિકાના કબ્જામાં છે નગરપાલિકાએ પણ અમારી પાસેથી આ માહિતી માંગેલ અને અમે તેનો જવાબ આપી દીધેલ છે આમ નગરપાલિકા સત્ય હકીકત છુપાવી ખોટું બોલી પ્રજાને ગેરમાર્ગે દોરે છે.

ગુજરાત હાઈકોર્ટ પાસે પણ તેમણે આ માહિતી છુપેલલ છે કે આ બંને પુલો જર્જરીત હાલતમાં છે અને ગુજરાત હાઈકોર્ટના સીવીલ એપ્લિકેશન નં. 87/2022માં પણ આ પુલો રાજાશાહી વખતના છે અને ગોંડલ શહેરમાં પ્રવેશ કરવા માટેના દ્વાર છે આ પુલો માટે  નગરપાલિકાના ચીફ ઓફિસર તથા તેની તમામ સતાધીશ બોડીના સભ્યો સામે શખ્ત પગલા લઈ  નગરપાલિકાના અણધડ વહીવટને તાત્કાલીક અસરથી તેઓ સામે સુપરસીડ કરવાના પગલા ભરવા જોઈએ તેમજ નગરાપલિકાના ચીફ ઓફિસરને આવા ગંભીર બાબતના બેજવાબદારી ભર્યા જવાબ આપવા સામે તાત્કાલીક અસરથી ડિસમીસ કરવા જોઈએ તેમ  નગરાપલિકાના પૂર્વ સદસ્ય અને એડવોકેટ યતિશભાઈ દેસાઈએ લેખીતમાં મુખ્યમંત્રી તેમજ ગુજરાત હાઈકોર્ટ રજીસ્ટ્રાર અને રાજકોટ જીલ્લા કલેક્ટરને જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.