શાક માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા થડાઓ તોડી પડાયા
ગોંડલ માં દશ વર્ષ બાદ નગરપાલીકા તંત્રએ આળસ ખંખેરી ટ્રાફિક ને નડતર અને સબ ભુમિ ગોપાલ કી સમજી ઠેર ઠેર ખડકાયેલા દબાણો સામે આક્રમક રવૈયો દાખવી દબાણો હટાવવા ઝુંબેશ શરુ કરી છે.આજ સવાર થી નગર પાલીકા સાનીટેશન સ્ટાફ,એક પીઆઇ.ત્રણ પીએસઆઇ અને પચાસ પોલીસ કાફલા સાથે માંડવીચોક મા આવેલ શાક માર્કેટ મા ગેરકાયદેસર થડા સહિત નુ ડીમોલેશન હાથ ધરાયુ છે.શ્રેષ્ઠ નગર રચના માટે સર ભગવતસિહ નુ ગોંડલ વિશ્ર્વ વિખ્યાત છે.પરંતુ વેપારીઓ દ્વારા રાજમાર્ગો થી લઈ બજારો મા ઠેર ઠેર દબાણો ખડકી શહેર ની સુંદરતા ને કદરુપી કરી મુકી હોય ગોંડલ ની ઓળખસમા પહોળા રસ્તાઓ સાંકડા કરી મુક્યા છે.નગર પાલીકા દ્વારા કરોડો રુપીયા ના ખર્ચે અધ્યતન ફુટપાથો ની ભેટ નગરજનો ને આપી પણ વેપારીઓ દ્વારા ફુટપાથો પર માલસામાન ગોઠવી દઇ બેફામ દબાણો કરાયા છે.ઉપરાંત ઠેર ઠેર લારીગલ્લા ધારકો એ દબાણો કરી ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જી હોય રાહદારીઓ ને રોજીંદી હાલાકી ભોગવવી પડે છે.
દરમિયાન નગર પાલીકા તંત્ર પાસે બેફામ દબાણો ની ફરીયાદો આવતા તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ છે.
ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ ના જણાવ્યા મુજબ આજ થી શહેરભર મા દબાણ હટાવ ઝુંબેશ શરુ કરાશે.ટ્રાફિક થી ભરચક રહેતા સેન્ટ્રલ સિનેમા ચોક તથા શાક માર્કેટ થી શરુઆત થશે.ડેપ્યુટી કલેકટર તથા પોલીસ તંત્ર ને સાથે રાખી કોઈ ની પણ શેહશરમ રાખ્યા વગર દબાણ હટાવવાની કામગીરી કડક હાથે કરાશે.દુકાનો પર ના છાપરા,ફુટપાથો પર બોર્ડ માલસામાન સહીત ના દબાણો,આડેધડ ખડકાયેલા લારી ગલ્લાઓ દુર કરી ફુટપાથો તથા માર્ગ ખુલ્લા કરાશે.સાથોસાથ સરકારી જમીનો પર કરાયેલા દબાણો ને પણ દુર કરાશે
નગર પાલીકા તંત્ર દ્વારા છેલ્લા એક માસ થી દબાણ હટાવવા નોટીસ સહીત ની પનીસમેન્ટ અપાયા બાદ હવે ડીમોલેશન શરુ થયુ છે
માંડવીચોક મા આવેલી શાક માર્કેટ મા વેપારીઓ ને આપેલા શાકભાજી ના થડા આગળ બેફામ દબાણો કરાયા હોય રાહદારીઓ મા ખાસ કરીને મહીલાઓ પરેશાની ભોગવી રહી છે.આડેધડ પાથરણા પાથરી અને રેકડી ખડકી દઈ શાક માર્કેટ ને ગીચ બનાવી દેવાઇ હોય શાકભાજી ખરીદનારાઓ ની હાલત કફોડી બનતી હોય છે.ત્યારે આજે શાક માર્કેટ મા દબાણો દુર કરવા કાર્યવાહી હાથ ધરાતા રાહદારીઓ એ રાહત નો શ્ર્વાસ લીધો છે