ગોંડલ અર્બન હેલ્થ સેન્ટરના 20થી વધુ કર્મચારીઓ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મેડીકલ ઓફિસરના પતિ અને મળતીયાઓની દાદાગીરીથી કર્મચારીઓ પરેશાન હોય આ અંગે આરોગ્ય અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.
મેડીકલ ઓફિસરના પતિ અને મળતીયાઓની દાદાગીરીથી કર્મચારીઓ પરેશાન: આરોગ્ય અધિકારીને ફરિયાદ
કોરોનાની મહામારી માં તનતોડ મહેનત કરી દર્દી નારાયણની સેવા કરી રહેલા ખરા અર્થના કોરોના વોરિયર્સ નિરાંતનો શ્વાસ લેવા નવરા થયા છે ત્યાં જ અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર ના પતિદેવ અને મળતીયા ઓ દ્વારા દાદાગીરી કરી કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોય આરોગ્ય અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા હેલ્થ સેન્ટર વર્તુળમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના ભગવત પરા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ના કર્મચારી એમ જે મકવાણા, ભાવેશ મકવાણા, પુનિત જોશી, રાઠોડ જયવંતસિંહ, વ્યાસ નીરવ, રાઠોડ વિપુલ, કુમારખાણીયા વિશાલ તેમજ મહેતા હરદીપ સહિતનાઓએ મેડિકલ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી હતી કે અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર દેવાંગીબેન વાગડીયા ના પતિ વિવેકભાઈ, હેલ્થ વર્કર જયેન ભટ્ટ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કર્મચારીઓ ને ધાક ધમકાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વહીવટી કામમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે આ અંગે તાકીદે યોગ્ય નિર્ણય કરવા અંતમાં માંગ કરી હતી અન્યથા તમામ કર્મચારીઓએ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.