- યાર્ડ બહાર 10 કિમીની લાંબી લાઈનો લાગી: એક મણ ડુંગળીના 500થી 1000 રૂપિયા ભાવ મળ્યા
સૌરાષ્ટ્રનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થાય છે. ત્યારે હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. આવકની સાથે સાથે ખેડૂતોને ડુંગળી પાકના સારા ભાવ પણ મળી રહ્યા છે. સારા ભાવ મળતા મોટા સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા આવતા યાર્ડ બહાર 10 કિમીની લાંબી લાઈનો લાગી છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થવા પામી હતી. યાર્ડમાં આવેલા ખેડૂતોને એક મણ ડુંગળીના 500થી 1000 રૂપિયા ભાવ મળ્યા હતા. ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. યાર્ડમાં આજે 1 લાખથી વધુ ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી. મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થતા હાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે, અહીં જે ખેડૂતોને ભાવ મળે છે તે ભાવ બીજે ક્યાંય ખેડૂતોને મળતો નથી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાંથી રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો પાક લઈને અહીં આવે છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી અને લસણની મોટા પ્રમાણમાં અને સારી ગુણવત્તામાં આવક થતી હોય છે. આ યાર્ડમાં અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળમાંથી ખરીદી કરવા આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યના ઘણા વેપારીઓ અહીંથી માલ ખરીદી કરી વિદેશમાં પણ મોકલતા હોય છે.]
20 કિગ્રાના 500 થી 1000 રૂપિયા સુધીના બજાર ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ: ચેરમેન અલ્પેશ ઢોલરીયા
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, 80000થી 1,00,000 કટાની આવક થઈ હતી. આજે ખેડૂતોને ડુંગળીના ભાવ રૂ. 500 થી લઈ રૂ. 1,000 સુધીના ભાવ ડુંગળીના ભાવ મળી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે. ખેડૂતોને અહીંયા ભાવ સારા મળે છે.
- રાજકોટ માર્કેટિંગ યાર્ડ માંઆજે ડુંગળી ને 25 થી 30 હજાર ડુંગળીના આવક: માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર ચાવડાભાઈ
- માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર ચાવડાભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 25 થી 30 હજાર ડુંગળીના કટ્ટાની આવક થઈ છે
- હરરાજી દરમિયાન ખેડુતો ને 20 કિગ્રાના 500 થી 1000 રૂપિયા સુધીના બજાર ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા છે.