એક મણ મરચાના ભાવ 600થી 3300 રૂપીયા બોલાયા: હાઈવે પર મરચા ભરેલા વાહનોની કતારલાગી
અબતક,જીતેન્દ્રઆચાર્ય,ગોંડલ
ગોંડલીયું મરચુ વિશ્ર્વ વિખ્યાત છે. ગોંડલના મરચાનો સ્વાદ જ કંઈક અલગ હોવાના કારણે વિશ્ર્વભરમાં તેનીમાંગ વિશેષ પ્રમાણમાં રહે છે. દિવાળીના તહેવારબાદ ગોંડલ માર્કેટીંગ યાર્ડમં મરચાની આવક શરૂ થતી હોય છે. માગશર-પોષ માસમાં મરચાની હોબેશ પ્રમાણમાં આવક થતી હોય છે. ગોડલ માર્કેટીંગ યાર્ડમાં શનિવારે મરચાની ચિકકાર આવક થવા પામી હતી. 50હજાર ભારીથી વધુ મરચાની આવક થતા યાર્ડ રિતસર મરચાથી ઉભરાય ગયું હતુ. હાઈવે પર બંને બાજૂ મરચા ભરેલી ગાડીની કતારો લાગી ગઈ હતી. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વિશ્વ વિખ્યાત ગોંડલના લાલ ચટક મરચાની આવક શરૂ કરાતા યાર્ડના દરવાજાની બહાર નેશનલ હાઈવે પર બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી હતી 50 હજારથી પણ વધુ મરચાની ભારિની આવક નોંધાઇ હતી આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સિઝનની સૌથી વધુ આવક આજના દિવસે જોવા મળી છે જેમાં સાનિયા, ઓજસ, 702, તેજા, રેવા, માટીયા, ગરૂડા, 13 તત, તેજસ્વી, જેવી તીખી જાતના મરચાની આવક થયેલી છે 20 કિલો મરચા ના ભાવ રૂપિયા 600 થી લઈ રૂપિયા 3300 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.ુ