માંધાતા ગ્રુપના હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
પ્રાગટ્ય મહોત્સવ નિમિતે મૂર્તિ અનાવરણ તથા શોભાયાત્રા અને સમુહ ભોજન
ગોંડલના શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત અને કોળી સેનાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 14 શનિવારના સવારે નવ કલાકે માંધાતા પાર્ટી પ્લોટ ભગવતપરાં ખાતે શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મૂર્તિ અનાવરણ તથા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે, સ્વામી અક્ષર મંદિર, પુ. ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ, પી. દેવેન્દ્ર દાસ બાપુ અમર આશ્રમ, પી. રામદાસ બાપુ લાલદાસ બાપુ ની જગ્યા, પૂ. સીતારામ બાપુ વડવાળી જગ્યા, પૂ. હરિરામ બાપુ સતરંગ જગ્યા, પૂ. વાલજી બાપુ કાળાસર જગ્યા અને પૂ. ઋષિ ભારતી બાપુ સરખેજ આશ્રમ અમદાવાદ વાળા હાજરી આપી આશીર્વાદ પાઠવશે, કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને મુખ્ય અતિથિ તરીકે પરષોત્તમભાઈ સોલંકી હાજર રહેશે, આ ઉપરાંત ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય ઉપા અધ્યક્ષ ભાજપ, રાજેશભાઈ ચુડાસમા સાંસદ જુનાગઢ, કાળુભાઈ ડાભી ધારાસભ્ય ધંધુકા, મુકેશભાઈ કોળી પટેલ મંત્રી ગુજરાત સરકાર તેમજ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનો પણ હાજર રહેશે કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હિરેનભાઈ ડાભી, ઉપ-પ્રમુખ વિજયભાઈ ગોહેલ, મહામંત્રી વિપુલભાઈ જાદવ, સંગઠન મંત્રી મહેશજી કોલી, પરેશભાઈ મકવાણા, કિશોરભાઈ બાવળીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
ગોંડલ ખાતે 15 વર્ષથી ભુપતભાઇ ડાભી, ચંદુભાઇ ડાભી, મહેશજી કોલીનાં માર્ગદર્શન હેઠળ ઉજવાતી આ વર્ષેની શોભાયાત્રામાં 2000 જેટલા બાઇક, 300 જેટલી મોટરકાર અને શ્રી માંધાતા દેવ, સંત વેલનાથ, વિરાગના જલકારી બાઇ, વિર તાનાજીનાં જીવન ચરિત્રને રજૂ કરતાં 25 જેટલા સુશોભિત ફ્લોટ તથા રથ પણ આ શોભાયાત્રાની શોભા વધારશે. આ શોભાયાત્રામાં રાજ્યભરમાંથી 20 હજાર જેટલા કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સંગઠન મંત્રી મહેશજી કોળીએ જણાવ્યું હતું કે જેમનાં અન્નભેગા તેમનાં મન ભેગાં તેવી કહેવત સાર્થક કરતા દર વર્ષે કોળી સમાજ દ્વારા તાલુકા તેમજ શહેરના તમામ ઘરથી સવા મુઠી ખીચડી ઉઘરાવી આ ખીચડી જ્ઞાતિ ભોજનમાં પ્રસાદી તરીકે પીરસવામાં આવે છે.
આ સમગ્ર અભુતપુર્વ આયોજનને સફળ બનાવવા માંધાતા ઉત્સવ સમિતિના પ્રમુખ હિરેનભાઇ ડાભી, મહેશજી કોલી, વિજયભાઇ ગોહેલ, વિપુલભાઇ જાદવ, કિશોરભાઇ બાવરીયા, પરેશભાઇ મકવાણા, સુરેશભાઇ મકવાણા, અજયભાઇ ડાભી, અશોકભાઇ ગોહેલ, રમેશભાઇ મકવાણા, કિશોરભાઇ મકવાણા, રઘુભાઇ ડાભી, વિજયભાઇ મકવાણા, કિશન મકવાણા, પુનાભાઇ સાકરીયા, વિનોદભાઇ નાગાણી જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ‘અબતક’ની મુલાકાતે ઉપસ્થિતિ રહ્યાં છે.