1 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી એલીગન્સ રેલી ની સ્થાપના 2011 માં નવી દિલ્હીથી મદનમોહન દ્વારા કરવામાં આવી હતી દર વર્ષ ભારતના વિવિધ સ્થળોએ વિન્ટેજ કાર અને ક્લાસિક કારનું પ્રદર્શન થાય છે તેના ભાગરૂપે આ વખતે બરોડાના લક્ષ્મી પેલેસ ખાતે આ પ્રદર્શન ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું હતું.
આ પ્રદર્શનમાં સમગ્ર વિશ્વમાંથી 200 થી વધુ વિન્ટેજ કારના માલિકો એ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ એશિયાની સૌથી મોટી મોટરીંગ ઇવેન્ટ છે તેમાં ગોંડલ રાજવી પરિવારની મર્સિડીઝ એસ એલ 300-( 1959) ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી ગોંડલના મહારાજા હિમાંશુસિંહજી ને બરોડાના મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ તથા મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કારની વિશ્વભરના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર થી ગોંડલના મહારાજા સ્વ. જ્યોતેન્દ્રસિંહજીએ અનેક રેસ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતો આ કાર ભારતમાં માત્ર એક જ હોય તેથી તેને વિશેષ દરજ્જો દેવામાં આવ્યો છે, મહારાજા હિમાંશુસિંહજી ના વિન્ટેજ કારના કલેક્શનમાં આ કારનો સમાવેશ થાય છે.