- નવ માસ પૂર્વે બનાવનું પી.એમ. રિપોર્ટમાં હત્યા થયાનું બહાર આવ્યું: શકદાર તરીકે પત્ની શંકાના દાયરામાં
Gondal News
ગોંડલ તાલુકાના કમઢીયા ગામે નવ માસ પૂર્વે પ્રૌઢનું શંકાસ્પદ મોત નિપજવાના બનાવનો અંતે પી.એમ. રિપોર્ટમાં ગળેટુપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતા પોલીસે મૃતકની પત્ની સામે હત્યાનો ગુનો નોંધી તાલુકા પોલીસે મહિલાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે રહેતો ડાયાભાઈ બેચરભાઈ પરમારે શકદાર પુત્રવધુ કંચનબેન મુકેશ પરમારે પોતાના પતિને ગળાટુપો આપી મોતને ઘાટ ઉતાર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા. 26.5.23ના રોજ સુતા હતા ત્યારે પુત્ર મકેશના ફોન આવેલો અને પુત્રવધુ કંચનબેન જણાવેલ કે તમો જલદી ઘરે આવો કહી રડવા લાગતા સસરા ડાયાભાઈ પરમાર ગયેલા ત્યારે પુત્રવધુ કંચનબેન અને પૌત્રી પુનમ ઓસરીમાં બેઠા હતા. અને કહેલું કે તમારા પુત્ર મુકેશ મરણ ગયેલા છે. તપાસ કરતા મુકેશ અગાશી પર અડધુ ગોદળુ ઓઢેલ હાલતમાં પડેલ હતા.પુત્ર રમેશ અને કાનો ભાઈ ચનાભાઈ, ચકા અને મના બધા દોડી આવ્યા હતા. બાદ પત્નીને બનાવ બાબતે પુછતા હાર્ટએટેક આવ્યો હોવાની વાત કરતા અમોએ પુત્રના શરીર પર તપાસ કરતા ગળાના ભાગે ચુંદડી વીટાયેલ હાલતમાં ગળાના અને મોઢાના ભાગે ઉજરડાના નિશાન હતા આ બનાવની જાણ પોલીસને કરતા સ્ટાફ દોડી આવી એડીની નોંધ કરી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મુકેશભાઈનું મોત હાર્ટએટેકથી નહી પરંતુ ગળાટુપો આપવાથી થયાનું ખુલતા ડાયાભાઈને પુત્ર મુકેશના મોત બાબતે પુત્રવધુ કંચનબેન ઉપર શંકાઓ છે. પુત્ર મુકેશ અગાશી પર સુતો હતો. ત્યારે ચુંદડી કે કોઈ વસ્તુ દ્વારા ગળેટુપો દઈ મોત નિપજાવ્યું છે.
તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. ઝાલા સહિતના સ્ટાફ કંચનબેન પરમાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.