- ગોંડલ તાલુકાના કમઢીયા ગામે 30 વર્ષીય પરપ્રાંતિય યુવક બંસી બાઉ અજનારની હત્યા
- ખેડૂત ખીમા જાસોલીયાના ખેતરમાંથી મળ્યો મૃતદેહ
- સુલતાનપુર પોલીસ, LCB પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે
ગોંડલ તાલુકાના કમઢીયા ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય યુવકની હ-ત્યા કરવામાં આવી હતી. તેમજ કમઢીયાથી દેરડી(કુંભાજી) ગામ તરફ જતા ખેડૂત ખીમા જાસોલીયાના ખેતરમાં હ*ત્યા થયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃ-તક યુવક બંસી બાઉ અજનાર ઉ.વ.30 હોવાની સાથે 5 દિવસ પહેલા જમીન વાવેતર માટે રાખેલ હોવાની પણ વિગતો સામે આવી છે. અજાણ્યા ઈસમોએ માથામાં પથ્થરોના ઘા મારીને યુવકની હ-ત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન મળ્યું છે. હ-ત્યા બાદ યુવક બંસીના મૃ*તદેહને ખેતરમાં ખોદેલ મકાનના પાયામાં ફેંકી દીધો હતો. આ ઉપરાંત રોડ કાંઠે ખેતરમાં કાંકરીના ઢગલા પાસેથી ગોદડુ,લોહીના ડાઘવાળા પથ્થર અને GJ20AP 4198 નંબરનુ બાઈક મળી આવ્યું હતું. આ દરમિયાન ગોંડલના સુલતાનપુર પોલીસ,LCB પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે.
અનુસાર માહિતી મુજબ, ગોંડલ તાલુકાના કમઢીયા ગામે સીમ વિસ્તારમાં એક પરપ્રાંતિય યુવકની હ-ત્યા થઇ છે. કમઢીયાથી દેરડી(કુંભાજી) ગામ તરફ જતાં ખેડૂત ખીમા જાસોલીયાના ખેતરમાંથી યુવકનો મૃ*તદેહ મળી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગોંડલના સુલતાનપુર પોલીસ, LCB પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા ઈસમોએ મૃ-તક યુવક બંસી બાઉ અજનાર (ઉ.વ.30)ના માથામાં પથ્થરોના ઘા મારી તેની હ-ત્યા કરી હોવાનું જણાય છે. હ-ત્યા બાદ યુવકના મૃ-તદેહને ખેતરમાં ખોદેલા મકાનના પાયામાં ફેંકી દીધો હતો. આ ઉપરાંત રોડ પાસે ખેતરમાં કાંકરીના ઢગલા પાસેથી એક ગોદડું, લોહીના ડાઘવાળા પથ્થર અને GJ 20 AP 4198 નંબરનું એક બાઈક મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃ-તક યુવક 5 દિવસ પહેલા વાવેતર માટે જમીન રાખી હતી.
કમઢીયા ગામના ઉપસરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખને ઘટનાની જાણ થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપસરપંચે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી. હાલમાં સુલતાનપુર પોલીસ અને LCB પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.