કેરીના વેચાણમાં સમગ્ર ગુજરાતમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડ બીજા નંબરે જો કે આ વર્ષ આવક ઓછી ‘અબતક’ની ટીમ પહોંચી ગોંડલ, રસદાળ રિપોટીંગ
સૌારાષ્ટ્રમાં ગોંડલ અને ફ્રુટમાં કેરી ઉનાળો આવતા જ આ બે નામ રોજ કાને અથડાવા લાગે છે. ગુજરાતમાં કેરીના
વેચાણમાં ગોંડલ બીજા નંબરે છે. જેની સ્પર્ધામાં અન્ય કોઇ શહેર આવી શકયું નથી. ખેડુતોને સારા ભાવ સાથે સગવડો, વેપારીઓની આવડત ગ્રાહકોનો મિઠો પ્રતિસાદ વગેરે તેના કારણો હોય શકે…? તો ‘અબતક’ની ટીમે ગોંડલ જુના માર્કેટ યાર્ડની મુલાકાતે અનેક વેપારીઓ સાથે વાત કરી હતી.
ઇમરાનભાઇ કહું હતું કે આ વર્ષ ૬૦૦૦ જેટલા જ કેરીના બોકસ માર્કેટમાં આવ્યા છે. આ વર્ષ કેરી ખુબ ઓછી છે કેરી તાલાલા, ઉના, કોડીનાર, ધ્રાંગધ્રા, મહુવા બાજુથી કેરી આવે છે અને રાજકોટ, અમરેલી, ચોટીલા બાજુ જાય છે. અને આખા સૌરાષ્ટ્રમાં ગોંડલનું યાર્ડ જ એવું છે જે કેરીની પુરી ક્ષમતા ધરાવે છે. અને ખેડુતોને સંતોષ થાય તેવો પુરો ભાવ આપે છે. અતયાર સુધીમાં બીજે કોઇ ગામમાં ખેડુતો સંતોષાણા નહી હોય આજની બજાર ૪૦૦ થી ૭૫૦ રૂ સુધીની છે. અને આવનારા દિવસોમાં કેરીની આવક વધવાની શકયતા છે. કેરી રાજાપુરી, હાફુસ, બદામ, નીલમ ઘણાં પ્રકારન કેરી આવે છે. પરંતુ ગોંડલમાં ફકત કેસર કેરી જ આવે છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડની સ્પર્ધામાં બીજું કોઇ જ નથી. કેરીની જાળવણી માટે તેને પકાવી અને રસના ડબ્બા ભરવામાં આવે છે અને કેરી આઠ દિવસે પાકે છે. કેરી ગેસથી પકવવામાં આવે છે પહેલા અકાર્બેટથી પકડવામાં આવતી. સ્વાસ્થ્ય માગે કેરી સૌથી સારુ ફળ છે. અત્યારે માર્કેટના ભાવ બજારની હરાજી પ્રમાણે નકકી કરવામાં આવે છે અને અત્યારે અંદાજે ૬૦૦૦ જેટલા બોકસનું વેચાણ થાય છે.
શૈલેષભાઇએ જણાવ્યું હતું કે , મારી ફુટની દુકાનનું નામ તુલસી ફુટ છે. સૌરાષ્ટ્રમાં ગોંડલમાં જ વધારે કેરી વેંચાય છે. કારણ કે ગોંડલ સેન્ટરની અંદર આવે છે અને આજુબાજુના ૧૫૦ થી ર૦૦ કી.મી.ના અંતરના વેપારીઓ અહીં આવે છે. અને માલની આવક પણ અન્ય સેન્ટરો કરતા વધારે હોય છે. કેરીનો ભાવ હરાજી પ્રમાણે નકકી થાય અને અત્યારે ર૦૦ થી ૫૦૦ રૂ માં ૧૦ કિલોના બોકસનું વેંચાણ થયું છે. રાજકોટ અને ગોંડલના ભાવમાં વધારે ફર્ક નથી પરંતુ ગોંડલમાં આવક વધારે હોય છે આજે અંદાજે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ બોકસનું વેંચાણ થયું છે.
તેમજ કેરીને કઇ રીતે પકવવામાં આવે તેની વિશે પણ જાણ્યું અને કોલ્ડ સ્ટોરેજમાં તેને પકવવામા આવે છે અને તેની પ્રોસેસ ખુબ જ જટિલ અને લાંબી છે.
કોલ્ડ સ્ટોરેજમાં ઢગલાબંધ કેરીના સ્ટોરોજ છે એક એક કેરેટમાં એક એક કેરીનું બોકસ મુકવામાં આવે છે અને તેને બંધ કરીને ગેસ દ્વારા ૧ર કલાક તેને ગેસમાં ગરમ કરવામાં આવે છે. અને આગળ પાછળ બે દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. અને ૧ર કલાક કેરીને ગરમી આપ્યા બાદ બંને દરવાજા ખોલીને એસી ચાલુ કરવામાં આવે છે અને ૧ર કલાક તેને ઠંડી કરવામાં આવે છે આ પ્રોસેસ એકવાર પુરી થયા પછી ૩ દિવસ આ પ્રોસેસને રીપીટ કરવામાં આવે છે. અંતે આ પ્રોસેસ બાદ કેરી પાકી ગઇ હોય છે પછી તેને વેંચાણ માટે માકેટમાં મુકવામાં આવે છે.
જયંતિભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે, ફુટ વેજી. એસો. સેક્રેટરી ર૮ વર્ષથી ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં હાલમાં ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ બોકસની આવક છે. હાલમાં કંટાળા, સોસિયા, તાલાલા, ઉના, કોડીનાર, ગીરની કેરી સારી આવે છે આજે બજાર ભાવ ૪૦૦ થી ૭૦૦ રૂમાં કેરી વેંચાણની છે અને આવક સારી છે અને ખેડુતને આ વર્ષે પૈસા સારા મળશે. અને ૮-૧૦ દિવસ પછી રજુ ૮ થી ૧૦ હજાર બોકસની આવક વધશે. અત્યારે ગોંડલમાં માલ આવે તેની હરાજી કરી ખેડુતને પુરા પૈસા મળી જાય છે. અને ત્યારબાદ અમે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા, બગોદરા, વાંકાનેર, ભુજ, કચ્છ, મોરબી, દ્વારકા, દરેક જગ્યાએ માલ મોકલી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વેંચાણ ગોંડલમાં થાય છે કારણ કે ગોંડલના માર્કેટ યાર્ડના ચેરમેન જયંતિભાઇ ઢોલ છે તેને ખેડુતોને તમામ સગવડો કરી આપી છે. જેમ કે રહેવાની, સુવાની, બેસવાની દરેક સગવડો છે.
જેથી ખેડુતોને ચિંતા રહેતી નથી. અને ખેડુતોની સામે માલ વેચાય છે દલાલો કોઇ જાતનો દગો કરતા નથી. અને ખેડુતોને રોકડ પૈસા ચુકવી છે. અને સવારે સૌથી પહેલા હરાજી ગણેશ ફુટ કંપનીમાંથી શરુ થાય છે કેરી રાખવા માટેની વ્યવસ્થા યાર્ડએ ૧૩ સ્ટોર બનાવ્યા છે. અને કાર્બેટ વગરની સારી કેરી મળે છે.
ગેસની કેરી પાર્કે છે અને કાર્બેેટ ટચ થતો નથી અને તેનાથી સ્વાસ્થ્યને નુકશાન નથી તેનું ઉપરની સટીર્ફીકેટ પણ મળેલ છે. બગડેલ કેરીને ફેંકી દઇએ અને લગભગ કેરી બગડતી જ નથી ખેડુતો સારો માલ જ લાવે છે કેરી કેસર, સુપર વગેરે પ્રકારની આવે છે ગોંડલનું ગુજરાતમાં સૌથી મોટું પીઠું છે. અંગુરની સીઝનમાં સૌથી વધારે અંગુર આવે છે ફુટની સીઝનમાં સફરજન કાશ્મીર, સિમલાથી આવે છે. રાજકોટ કરતા ગોંડલમાં ખેડુતોને વધારે ફાયદો અને પૈસાની સેફટી છે. ગયા વર્ષ કરતા આ વર્ષ કેરી સારી આવે છે.
જયંતિભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, હું ૪૦ વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલો છું અમે ગોંડલ યાર્ડમાંથી બજાર પ્રમાણે ખરીદી કરીએ છીએ દરરોજ ૧૫૦ થી ૨૦૦ બોકસની ખરીદી કરીએ છીએ અને હરાજી પ્રમાણે ભાવ નકકી કરીએ છીએ.
સતારભાઇ જણાવ્યું હતું કે, હું ૧પ વર્ષથી આ બિઝનેસ કરું છું હું માર્કેટ યાર્ડમાંથી દરરોજ ૩૦૦ થી ૪૦૦ બોકસની ખરીદી કરું છું અને હરાજીપ્રમાણે ભાવ નકકી કરું છું ૩૦૦ થી ૧૦૦૦ રૂ સુધીમાં બોકસ વેચ્યું છે. ગયા વર્ષ કરતા આ વર્ષ પરિસ્થિતિ નબળી છે અને પ મેથી આવકમાં વધારો થવાની શકયતા છે.
વિશાલ પટેલએ જણાવ્યું હતું કે, પટેલે મેંગો અત્યારે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ બોકસ આવે છે અને બધુ વેંચાય જાય છે આ વર્ષે બજાર ખુબ ઊંચી છે અને હજુ આવક થવાની શકયતા છે. ૧૦-૧૨ જાતની કેરી આવે છે અને ૮૦ ટકા કેરી બહાર મોકલી છે.
અમારી ખાસિયત એ છે કે દરેક લોકો ગેસથી પકવે છે. અમે એલોજનથી કેરી પકવી છે. અને નેચરલ રીતે પકવી છે. જેને ઓર્ગેનિક કહેવાય અને તેનાથી સ્વાસ્થ્યને કોઇપણ જાતની નુકશાની નથી ૨.૩ ટકા કેરી બગડે છે. તેને ફેંકી દઇ છે હું દરરોજ ૨૦૦ થી ૩૦૦ બોકસ વેચું છું.
ગુજરાતમાં ફ્રુટ માર્કેટમાં ગોંડલ બીજા નંબરે સ્થાન ધરાવે છે.
બાબુભાઇ પટેલ (ગ્રાહક) (રહે. બારડોલી) જણાવે છે ને ગોંડલમાં તાલાલા ગીરની કેરી વખણાઇ છે દર વર્ષ કરતા આ વર્ષે બજાર ટાઇટ છે કેરીનું ઉત્૫ાદન પ્રમાણમાં ઓછું છે દર વર્ષે ૧૫ થી ર૦ મણ કેરી ઘર માટે મંગાવે છે જેમાં હાફુક અને કેસર બન્ને હોય છે. કેરીની સિઝનની શરુઆતની કેરીએ થોડીક હાનિકારક હોય છે પરંતુ અખાત્રિજ પછી આવતી કેરી સારી હોય છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,