ગોંડલમાં કુળવધુને માર મારી કેરોસીન છાંટી જીવતી સળગાવી મોતને ઉતારી’તી
ગોંડલ સુખનાથનગરમાં રહેતી પરિણીતાની હત્યાના ગુનામાં પતિનો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ગુજરનાર દ્વારા પોલીસ સમક્ષ મર્ણોતર નિવેદન આપવામાં આવેલ હતું. આરોપી નો ચાર વર્ષ બાદ જેલ માથી છુટકરો થયો હતો.
ગોંડલના સુખનાથનગર વિસ્તારમાં રહેતા મુળ યુ.પી.ના પરીવારમાં તારીખ 22/ 8/ 2017ની સાંજે પતિ શિવબીર ઉર્ફે સુખબીર રાજાવતે ઘરે દારૂ પીને તેના પત્નીને માર મારીને કેરોસીન છાંટી સળગાવી નાખતા તેમના પાડોશીઓએ સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ અને બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં
ખસેડવામાં આવી હતી. જે બાબતે ગોંડલ સિટી પોલીસ સમક્ષ પરિણીતાએ દાઝેલી હાલતમાં તેના પતિ શિવબીર ઉર્ફે સુખબીર રાજાવત સામે ફરિયાદ કરતા પોલીસ દ્વારા આઈ. પી. સી. કલમ 307, 323 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બાદ ફરિયાદીનું સારવાર દરમ્યાન મોત નિપજતા આરોપી સામે આઈ.પી.સી કલમ 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બાદ તપાસનીશ અધિકારી દ્વાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં આરોપી સામેનો કેસ કમીટ કરી ચાર્જ ફ્રેમ કરી કેસ ચાલવામાં આવેલો હતો. તેમાં પ્રોસિક્યુશન દ્વારા પંચો તથા સાક્ષીઓના પુરાવા લેવામાં આવેલા હતા. આરોપીના વકીલ દ્વારા આ કેસના મહત્વના સાક્ષી તરીકે ડોક્ટર તેમજ નાયબ મામલતદારના નિવેદનોની ઊલટ તપાસ કરી આ કેસને લગતી હકીકત કોર્ટને ધ્યાને મુકવામાં આવેલી હતી. પ્રોસિક્યુશન તેમજ બચાવ પક્ષના વકીલ દ્વારા આ કેસના તમામ સાક્ષીઓ તપાસી જતા કેસની ફાઇનલ દલીલ કરવામાં આવી હતી. તેમાં બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે રૂપિયા 15000ના જામીન લઇ આરોપીને
આ કેસમાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલો છે. આ કામમાં આરોપી વતી વકીલ તરીકે વિજયરાજસિંહ જાડેજા અને સુધીરસિંહ જાડેજા રોકાયા હતાં.