ડો. લક્ષીત સાવલીયાના પરિવારની ઘરેલું હિંસાના કેસમાં પ્રાંત અધિકારીએ પુત્રવધુ સામે લેન્ડ ગ્રેબીંગ એકટની અરજી મંજૂર કરેલી પરંતુ કલેકટરે અયોગ્ય ઠેરવી ‘તી
અબતક,રાજકોટ
ગોંડલ ખાતે તુલસી બાગ વિસ્તારમાં રહેતા સાવલિયા પરિવારમાં ચાલતા મેટ્રીમોનીઅલ ડિસ્પ્યુટમાં ડોક્ટર પતિ લક્ષિત સાવલિયા અને સાસરીયાઓ વગેરે કુળવધૂને ઘરમાં રાખી અગાઉ રાજકોટ બાદ હાલ ગોંડલ ખાતે શિફ્ટ થઇ ગયાના સંજોગોમાં એક તબક્કે સાસુ-સસરાએ પુત્રવધૂ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રાંત અધિકારી મારફત કરેલી ફરિયાદ કલેક્ટરે નામંજુર કર્યા બાદ ગોંડલ પ્રાંત અધિકારીની કોર્ટે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ પુત્રવધૂ હિરલબેન એલ. સાવલિયાને તુલસી બાગ વિસ્તારનું ઘર ખાલી કરી દેવા અને ખાલી ન કરે તો આગળની કાર્યવાહી કરવાનો આપેલો ચુકાદો હાઇકોર્ટે સ્થગિત કરતો સીમાચિહ્ન સમાન ચુકાદો આપ્યો છે.
ગોંડલ મુકામે “લક્ષ્ય” કૈલાસ બાગ 3માં રહેતા સાવલિયા પરિવારના ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ચલાવતા ડો. લક્ષીત સાવલીયા સાથે કુંકાવાવ તાલુકાના દેવગામની હિરલબેનના લગ્ન 2012ની સાલમાં થયા હતા. સંતાનમાં એક પુત્રી છે, જે પતિ ડો. લક્ષીતે હસ્તગત કરેલી છે. પારિવારિક અણબનાવમાં કુળવધૂ હિરલબેનને પતિ ડો. લક્ષીત સાવલીયા, સાસુ મંજુલાબેન સાવલીયા, સસરા મનજીભાઈ સાવલીયા સહિતના સાસરિયાઓ શારીરીક, માનસીક ત્રાસ આપી આર્થીક જોરજુલમ ગુજારી કરીયાવર તથા સ્ત્રીધનના દરદાગીના સહીતની વસ્તુ ઓળવી જઈ હોસ્પિટલ બનાવવા 10 લાખના દહેજની માંગણી કરી માર મારી હિરલબેનને ઘરે રાખી ત્યાગ કરી ચાલ્યા ગયા હતા. બાદમાં સાસરા પક્ષે કુળવધૂ હિરલબેન સામે મકાન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ પ્રાંત અધિકારી સમક્ષ કરી હતી, તેના હિરલબેન તરફથી કાયદેસરના જવાબમાં મેટ્રીમોનીયલમાં લેન્ડગ્રેબિંગ લાગુ પડે નહીં, તેમજ સુપ્રીમકોર્ટે પણ તે જ હકીકતો માનેલ છે વગેરે બાબતે હિરલે લેખીત રજુઆત કરેલ હતી, છતા પ્રાંત અધીકારીએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાનો રિપોર્ટ કરતા ક્લેકટર ધ્વારા મેટ્રીમોનીયલ તકરારમાં “પુત્રવધૂ સસરાપક્ષની મિલકતમાં રહે તે લેન્ડગ્રેબિંગ કહેવાય નહી” તેવું માની અરજી ફાઈલે કરી હતી.દરમિયાન ગોંડલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સાસુ મંજુલાબેન મનજીભાઈ સાવલીયાએ કરેલી
અરજી પ્રાંત અધિકારીએ ચલાવી પુત્રવધૂ હિરલને સાસુ મંજુલાબેનનું મકાન તુરંત ખાલી કરવા અને મકાનનો કબજો સોંપી આપવા અને તાત્કાલીક કબજો નહીં સોંપ્યે ફોજદારી કાર્યરીતિ અધિનીયમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા ચુકાદો ફ2માવ્યો હતો.
ગોંડલ પ્રાંત અધિકારીના ઉપરોક્ત ચુકાદાથી નારાજ થઈ પુત્રવધૂ હિરલબેન લક્ષીત સાવલીયાએ રાજકોટ કલેકટર સમક્ષ અપીલ ફાઈલ કરેલ, તે અપીલમાં સત્વરે પ્રોટેકશન સત્વરે ન મળતા હિરલબેને હાઈકોર્ટમાં પ્રાંતનો ચુકાદો પડકારી હિરલબેનના એડવોકેટે રજુઆત કરેલ કે ચુકાદો ફરમાવનાર પ્રાંત અધિકારી તેણીના પતિના મિત્ર હોવાનું અને તેને કારણે જ લેન્ડ ગ્રેબિંગમાં માત્ર આ જ અધિકારી દ્વારા અન્ય અધિકારીઓથી વિરૂધ્ધ અભિપ્રાય આપવામાં આવેલ. ત્યારે હિરલ લેખીત રજુઆત આક્ષેપ કરેલ હોવા છતા, પ્રાંત અધિકારીએ ’મેટર નોટ બીફોર મી” કરવાના બદલે ફરી પોતાની જ સમક્ષ પૂર્વગ્રહીત રીતે કેસ ચલાવી ઘરેલુ હિંસાના કાયદાની જોગવાઈ ઉપરવટ જઈ ચુકાદો ફરમાવેલ હોય મેટર ચાલતા દરમીયાન સાસરાપક્ષ ઘરનો કબજો ખાલી કરાવે નહીં તેવા મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી. રેકર્ડ પરની હકીકતો રજુઆતો, દસ્તાવેજી પુરાવો લક્ષે લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વા2ા પુત્રવધૂ હિરલ સાવલીયાને સાસરા પક્ષના મકાનમાં રહેવાનો અધિકાર સુરક્ષીત કરી ગોંડલ પ્રાંત અધિકારીનો ચુકાદો સ્થગિત કરી સામાવાળાને નોટીસ ઈશ્યુ કરી કલેકટર સમક્ષના પ્રોસિડિંગ્સ સત્વરે ચલાવવા સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.
ઉપરોક્ત કામમાં કુળવધૂ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ એસોસિયેટસના ચેતન ચોવટીયા, નિશાંત જોષી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા ગોંડલના જી.સી. ધાબલીયા, સાવન પરમાર તથા હાઈકોર્ટના પ્રતીક જસાણી રોકાયા હતા.