રાજાશાહી યુગનો પુલ ધરાશાયી થયો ત્યારે સદ્નસીબે તેના પર કોઇ વાહન કે કોઇ રાહદારી ન હોવાથી જાનહાનિ ટળી
ગોંડલ તાલુકાના શિવરાજગઢ થી સુલતાનપુર ને જોડતા માર્ગ પર નો રાજાશાહી યુગ નો ત્રણ નાલા વાળો પુલ ધરાશાયી થતા ગ્રામજનો તેમજ ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે ઘટના અંગે ગ્રામ પંચાયત દ્વારા ટીડીઓ અને આર એન્ડ બી માં રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ની પાસે સુલ્તાનપુર રોડ પર આવેલ અને ગામના સો ચોરસ વાર પ્લોટ ને જોડતા માર્ગ પરનો રાજવી કાળનો ત્રણના વાળો પુલ ભારે વરસાદને કારણે ધરાશય થતા વાહન વ્યવહાર અટકી જવા પામ્યો છે ઘટના અંગે સરપંચ વલ્લભભાઈ સરસરિયા, મંત્રી જી પી ભાલીયા તેમજ સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ પંડ્યા દ્વારા ગોંડલ તાલુકા વિકાસ અધિકારી ગોહેલ તેમજ માર્ગ અને મકાન વિભાગને તાકીદની જાણ કરવામાં આવી હતી સદનસીબે ઘટના બની ત્યારે ફૂલ પર કોઈ વાહન કે રાહદારી ન હોય જાનહાની થવા પામી ન હતી.
ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા સદી પહેલા ગોંડલ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા પર કુલ બાંધી આપવામાં આવ્યા હતા આજે શિવરાજગઢ પાસે નો પુલ ધરાશાયી થતા રાજવી દ્વારા સદી પહેલાં આપવામાં આવેલ સુખાકારીને લોકોએ વાગોળી હતી.
ગ્રામ પંચાયત દ્વારા આશરે સો ચોરસ વાર ના ૬૦ જેટલા પ્લોટ જરૂરિયાતમંદોને આપવામાં આવ્યા હોય અને તેમાં અંદાજે ૩૦૦ જેટલા લોકો વસવાટ કરતા હોય રાજાશાહી યુગ નો પુલ ધરાશાયી થતા આ લોકોની હાલત વધુ કફોડી થવા પામી છે, રાજાશાહી યુગ નો પુલ ૧૫ ફૂટ પહોળાઈ, ૨૫ ફૂટની લંબાઈ સાથે ૨૨ ફુટની ઊંડાઈ ધરાવતો હતો.