પરિવાર નેશનલ હાઈવે પર હોટલમાંથી જમીને પરત ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની: પરિવારમાં માતમ

ગોંડલ શહેરના મોટી બજારમાં રહેતો પરિવાર શનિવારની રાત્રીના નેશનલ હાઇવે પર હોટલમાંથી જમીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સાંઢીયા પુલ પર ત્રિપલ સવારી બાઈક સાથે સામે થી આવી રહેલા બાઈક ની સામાન્ય ટક્કર થતા નવ વર્ષની માસુમ બાળા રોડ પર પટકાતા પરિવારની નજર સમક્ષ જ તેનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરની મોટી બજારમાં લક પાનની દુકાન ધરાવતા અને દેવપરા ચોકમાં રહેતા ફરહાન ભાઈ સરદારીયા ના માળીયા હાટીના ગામે રહેતા દીકરી જમાઈ ઘરે આવતા દીકરી જમાઈ, દીકરો અને નાની દીકરી માહી ઉંમર વર્ષ 9 નેશનલ હાઇવે પર હોટલમાં જમવા ગયા હતા જમીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દીકરી જમાઈની સાથે માહી બાઈકમાં બેઠી હતી તે દરમિયાન સામેથી આવતા બાઈક સાથે સામાન્ય ટક્કર થતાં પાછળ બેઠેલી માહિ રોડ પર પટકાતા તેને માથાના ભાગે હેમરેજ થઈ થ

જતાં તેનું કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું બનાવની જાણ પાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અને ફરહાનભાઈના પિતરાઈ આસિફભાઇ ઝીકરીયા ને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા શિફ્ટ કાર ચાલકની મદદથી લઈ માહીને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ માહીનું પ્રાણ પખેરું ઉડી જતા પરિવાર શોખ મગ્ન બન્યો હતો. માહી ચોથા ધોરણમાં ભણતી હતી અને પરિવારમાં નાની હોવાનું પરિવારજનો એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.