ઇ-બાઇકની એજન્સીના બહાને ગઠિયો રૂ.23.20 લાખ સેરવી ગયો

ગોંડલના કૈલાસબાગ સોસાયટી શેરી નં.2/77 ના ખુણે ’સંકલ્પ’ નામનાં મકાનમાં રહેતા વિક્રાંત દિનેશભાઈ રૂપારેલીયા ઉ.વ.33 એ ” એટધરેટ ઓલા બાઈક ડીલર્સ ડોટ કોમ’નામનું ઈ-મેઈલ આઈડી, બે મોબાઈલ નંબર અને કેનેરાબેંક તેમજ કોટક બેંકનાં બે એકાઉન્ટ ધારકો સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઈ જે.એમ.ઝાલાએ ફરીયાદ નોંધાવી પીઆઈ એમ.આર.સંગાડાએ વધુ તપાસ હાથ ધરી છે.

ફરીયાદમાં વિક્રાંતભાઈએ જણાવ્યું કે, તેઓને ઈલેકટ્રીક લાઈનમાં રોકાણ કરવુ હતું જેથી ગુગલમાં ઓલા બાઈક ડીલર સર્ચ કરતા તેમાં તેમણે પોતાનું ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર ભર્યા હતા. ઓલા કંપની તરફથી કોઈ પ્રત્યુતર આવ્યો નહોતો પરંતુ લાંબા સમય બાદ તા.15/10/2022 ના રોજ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો તેમાં હિન્દી ભાષામાં વાત કરતા વ્યકિતએ પોતાનું નામ રાકેશ રોશન જણાવ્યું હતું અને પોતે ઓલાઈ-બાઈક કંપનીનો કર્મચારી હોવાનું કહ્યું હતું.

જે પછી તેમણે કહેલ કે અમારા ફાઈલ મેનેજરનો તમને ડીલરશીપ માટે ફોન આવશે બીજા દિવસે બીજા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામે છેડે વાત કરતી વ્યકિતએ પોતાનું નામ રાજેન્દ્ર પાંડે આપ્યું હતું. અને પોતે ઓલા ઈ-બાઈકમાં ફાઈલ મેનેજર હોવાનું કહ્યું હતું.

એ પછી તેમણે લાર્જ પેકેજના રૂા.23.94,500 થશે અને મીની પેકેજનાં રૂા.17,70,000 થશે તેમ વાત કરેલ.વિક્રાંતભાઈએ ડીલરશીપ માટે મીની પેકેજ પસંદ કરેલુ જે પછી રજીસ્ટ્રેશન ફી પેટે રૂા.55,500 લાયસન્સ ફી પેટે રૂા.5,48,500 તેમજ એનઓસી સર્ટી માટે રૂા.4,25,000 મીની પેકેજનાં સિકયુરીટી પેટે રૂા.4,20,500 અને વધુ 20 બાઈક બુક કરવા 5,50 હજાર કહ્યા પણ વિક્રાંતભાઈએ તેના અર્ધા 2,75,000 ભર્યા હતા આ રકમ કેનરા બેંક અને કોટક બેંકનાં કોઈ એકાઉન્ટમાં નાખી હતી.

છેલ્લે એગ્રીમેન્ટના રૂા.3,20,500 લીધા પછી તા.21-11-22 ના રોજ શો-રૂમ માટે સર્વે કરવા આવશે તેમ ફોન મારફત જણાવ્યું હતું જોકે તે દિવસ રાહ જોયા પછી કોઈ ન આવતા તે ફોન નંબર બંધ આવતા છેતરપીંડી થયાની શંકા જતા ઓલા કંપનીમાં વાત કરતા તેમને ત્યાંથી આવી કોઈ પ્રોસેસ ન થયાનું જાણવા મળતા અંતે પ્રથમ સાયબર ક્રાઈમ અને છેલ્લે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.ઠગ ટોળકીએ લાયસન્સ પેટે ફી લીધા પછી ઈ-મેઈલથી લાયસન્સ મોકલ્યુ હતું. એવી જ રીતે રજીસ્ટ્રેશનના રૂપિયા લઈ રીસીપ્ટ મેઈલ કરી હતી. જે પછી એનઓસી સર્ટીફીકેટ પણ મોકલ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.