ત્રણ મહિલા સહિત ચારને ધોકા પાઇપ વડે મારમારતા નોંધાતો ગુનો
ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારમારી ના અનેક બનાવો બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે.જેમાં વેજા ગામ ખાતે રહેતા પરિવારને પુત્રએ કરેલા પ્રેમ સબંધના અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવી તેના પર ચાર શખસોએ છરી અને ધોકા પાઇપ વડે હુમલો કરતા તેમને ઈજા પોહચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.જે મામલે પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ વેજા ગમે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ પાનસુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં પ્રિન્સ પ્રવીણ કુંભાણી,પ્રવીણ કુંભાણી,ઋત્વિક કુંભાણી અને હાર્દિક કુંભાણી ના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે,તેના પુત્રએ યંકે દોઢ વર્ષ પહેલાં ગોંડલની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.જે બાબતે યુવતીના સંબંધી પ્રિન્સ કુંભાણીએ તે વાતનો ખાસ રાખી તે સમયે બોલાચાલી કરી મારામારી કરી હતી
પરંતુ બે દિવસ પહેલા તે બાબતનું સમાધાન કરવા માટે તેનો મને ફોન આવ્યો હતો અને મળવા માટે બોલાવ્યો હતો જેથી હું મારા પત્ની અને બહેન બનેવી સાથે તેમને મળવા માટે ગયો હતો તે સમયે આરોપીઓએ બોલાચાલી કરી મારા પર અને મારા પત્ની પર છરી વડે હુમલો કરી ધોકા પાઇપ પડે મારમાર્યો હતો જેમાં અમને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.