ચરખડી ગામના પાટિયા પાસે ભેસાણ ના યુવાનને હનીટ્રેપ માં ફસાવી 5,41,000 તોડ કર્યો હતો:એલસીબી પીઆઇ એ.આર. ગોહિલ સહિત ટીમને મળી સફળતા

ફેસબુક આઈડી ઉપર ખોટા નામના એકાઉન્ટ બનાવી યુવાનો સાથે સંપર્ક કેળવી હનીટ્રેપમાં ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પંદર દિવસ પહેલા ગોંડલ તાલુકાના ચરખડી ગામ પાસે ભેસાણ ના યુવાનને મહિલા સહિત કેટલાક શખ્સોએ હનીટ્રેપ માં ફસાવી મોબાઇલ ફોન, રોકડ રકમ ની લૂંટ ચલાવવામાં આવી હતી.બનાવ અંગે એલસીબી પોલીસે તપાસના ચક્રો  ગતિમાન કરી તાલુકાના શ્રીનાથગઢ ગામ પાસે બાતમીના આધારે એક મહિલા સહિત ચાર શખ્સોને રૂ. 541000 નાં મુદ્દામાલ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભેસાણ રહેતા અતુલ પટેલ નામના યુવાન સાથે પંદર દિવસ પહેલા પુજા પટેલ નામની ફેસબુક આઇડી ઉપર થી એક યુવતીએ મિત્રતા કરી હતી અને ગત તારીખ 25 ના રોજ ગોંડલ થી જામકંડોરણા જતા રોડ પર આવેલ ઉમરાડી ચોકડીએ અતુલ પટેલ ને મળવા બોલાવ્યો હતો બાદમાં તેના બાઈક પાછળ યુવતી બેસી ગઇ હતી બાદ માં થોડે દૂર જતા જ નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વીફ્ટ કારમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને અતુલ પટેલ ને રોકી બોલાચાલી કરી મારમારી ગાળાગાળી કરી મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ની લૂંટ ચલાવી હતી.

બનાવ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતાં એલસીબી પોલીસના પી.આઇ.એ આર ગોહિલ,  પીએસઆઇ એસ રાણા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદ સિંહ રાઠોડ સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન બાતમીના આધારે ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામ પાસે વોચ ગોઠવવામાં આવતા જીતુદાન બાણીદાનભાઇ જેસાણી ઉ.વ. 24 ધંધો- ડ્રાઇવીંગ રહે.હાલ- ધરાહા માર્કેટની સામે ભાડાના મકાનમા સંતકબીર રોડ રાજકોટ , માધવીઉર્ફે માહિ અજયભાઇ  ઉ.વ. 33 રહે- રાજકોટ, શીવપાર્ક મેઇન રોડ, નાણાવટી ચોક,  અજય કિશોરભાઇ અગ્રાવત ઉ.વ. 30 ધંધો- કાપડનો વેપાર રહે.હાલ- નાણાવટી ચોક, ઓસ્કાર રેસીડેન્સી ભાડાના મકાનમાં, 150 રીંગરોડ, રાજકોટ , તેમજ કલ્પેશ દિલસુખભાઇ અગ્રાવત ઉ.વ.38 ધંધો- મજુરી રહે. આશોપાલવ સોસાયટી, હડાળા પાટીયા, મોરબી રોડ, રાજકોટ વાળો મળી આવતા પકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકમાં પણ અનેક ગુનાઓ નોંધાવા પામ્યા છે જે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.