૧૧૩ મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવાની હાઇકોર્ટમાં કરાયેલી અરજીના કારણે રાજકીય ઇશારે ફાયરિંગ થયાની આક્ષેપ: ફાયરિંગ થયાના પુરાવા માટે એફએસએલની લેવાતી મદદ

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીની કલાકો આડે છે બંને પક્ષ દ્વારા ચૂંટણી જંગ જીવતા મરણીયા પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવારના સમર્થક પર મોડીરાતે ગોંડલ નજીક ફાયરિંગ થયાની ઘટનાના કારણે રાજકીય ગરમી સાથે ચર્ચાએ ચકચાર જગાડી છે. ફાયરિંગ થયું છે કે કેમ અને કોણે કર્યુ તે અંગે પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરતા ફાયરિંગ અંગેના કોઇ પુરાવા મળ્યા ન હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક આવેલા નાગરકા ગામે રહેતા કોંગ્રેસના કાર્યકર રાજેશભાઇ લાલજીભાઇ સખીયા નામના પટેલ યુવાન પોતાની કાર લઇને નાગરકા ગામે જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર પાછળ બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યાનું મોડીરાતે પોલીસમાં જાહેર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ઘટના સ્થળે દોડી ગયા હતા.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ડીવાય.એસ.પી. હરપાલસિંહ જાડેજા અને ગોંડલ પી.આઇ. પી.એસ. કોરીંગા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરિંગ અંગેના પુરાવા એકઠા કરવા એફએસએલની મદદ લેવામાં આવી હતી. મોડીરાતે એફએસએલના ખાસ તપાસ થઇ ન હતી તેમ છતાં કારની પાછળના કાર પર ફાયરિંગ નહી પણ પથ્થરની મદદથી કાચ તોડવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારની પાછળનો કાચ તુટે તો ગોળી કારની અંદર જ મળી આવવી જોઇએ તે હજી સુધી મળી ન હોવાથી એફએસએલની ટીમ દ્વારા કારની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ફાયરિંગ થયું છે કે કેમ તે અંગેની વાતનું સતાવાર ખુલાસો કરવામાં આવનાર હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

ગોંડલ મત વિસ્તારના ૧૧૩ જેટલા મતદાન બુથ અતિ સંવેદનશીલ હોવાનું અને ત્યાં પોલીસનો વધુ બંદોબસ્ત મુકવાની માગણી સાથે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી તેમજ ગોંડલના મતદારોને અનિરૂધ્ધસિંહ જાડેજા અને પૂર્વે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીના કારણે મતદારો મતદાન કરતા ખચકાતા હોવાનું જણાવવામાં આવ્યું હોવાના કારણે ફાયરિંગ થયાનો રાજેશ સખીયા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથધરી છે.

રાજેશ સખીયા ગોંડલથી કાર લઇને મોડીરાતે નાગડકા જઇ રહ્યા હતા ત્યારે નાગડકા નજીક જ ધડાકાનો અવાજ આવ્યો હતો અને કારના પાછળનો કાચ તૂટી જતા પોતે ગભરાતા કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી કાર રોડ નીચે ઉતરી જતા પોતાને ઇજા થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.