‘તમારે છોકરા ક્યાં છે, જમીનની શું જરૂર છે’? તેમ કહી બે મહિલા સહિત પાચ શખ્સોએ ધોકા વડે માર માર્યો
ગોંડલ તાલુકાના વાસાવાડ ગામે ખેતી કામ કરતા દંપતી પર સેઢા પ્રશ્ને ચાલતી માથાકૂટમાં તેમના જ કુટુંબીઓએ ધોકાથી માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પોલીસે બે મહિલા સહિત પાચ શખ્સોએ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના વાસાવડ ગામની સીમમાં રામાપીર મંદિર પાસે ખીલોરી રોડ પર આવેલી વાડીમાં ખેતી કામ કરતા રમેશભાઈ મુળજીભાઈ વીરડિયા નામના 50 વર્ષના પ્રૌઢ અને તેમના પત્ની નિર્મળાબેન પર સેઢા પાડોશી સવજી જીવરાજ વીરડિયા, હંસા સવજી વીરડિયા, પરેશ સવજી વીરડિયા, ધારા પરેશ વીરડિયા અને રવિ સવજી વીરડિયા નામના શખ્સોએ સેઢા અને જમીનની તકરારમાં ધોકા વડે માર માર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
આ અંગે ફરિયાદમાં જણાવ્યા મુજબ રમેશભાઈ અને તેમના પત્ની નિર્મળાબેન પરિવાર સાથે વાડીએ કામ કરતા હતા ત્યારે તેમના કુટુંબી આવી તારે સંતાન નથી તો જમીનની શું જરૂર છે? તેમ કહી દંપતી પર હુમલો કર્યો હતો. રમેશભાઈની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે બે મહિલા સહિત પાચ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.