2856 બોટલ દારૂ, બે મોબાઇલ, રોકડા અને વાહન મળી રૂા.19.45 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ-પોરબંદર ધોરી માર્ગ પર આવેલા ગોંડલ આશાપુર ચોકડી પાસેથી ક્ધટેનરમાંથી રૂા.9.81 લાખની કિંમતનો 2856 બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી દારૂ, વાહન, રોકડા અને મોબાઇલ મળી રૂા.19.45 લાખનો મુદ્ામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો અને કોને મોકલવાનો હતો તે મુદ્ે વધુ તપાસ સીટી પોલીસ મથકના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે ગોંડલ સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જીજે3એટી 2120 નંબરના ક્ધટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જૂનાગઢ તરફ જઇ રહ્યાની કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આશાપુરા ચોકડી પાસે વોંચ ગોઠવી હતી.
વોંચ દરમિયાન ઉપરોક્ત નંબરના ક્ધટેનરને અટકાવી તલાસી લેતા રૂા.9.18 લાખની કિંમતનો 2856 બોટલ વિદેશી દારૂ સાથે બાડમેર જિલ્લાનો વતની અને ક્ધટેનરનો માલિક મેઘારામ ધર્મારામ જાટની ધરપકડ કરી દારૂ, મોબાઇલ, રોકડા અને વાહન મળી રૂા.19.45 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.