છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં 22 ઇંચ વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ ગોંડલ પંથકનો વારો લીધો હોય તેમ આજે સવારથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ગોંડલ ના દેરડી ગોંડલના દેરડીકુંભાજી, વાસાવડ, મોટી ખીલોરી, વીંઝવડ સહિતના ગામોમાં સતત વરસાદ પડી રહ્યો છે
ગોંડલ પંથક ઉપરાંત વીરપુરમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા છે. એક કલાકમાં એક ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાવા લાગ્યા છે. તેમજ હાલ ધીમી ધારે વરસાદ શરૂ છે.
જસદણ પંથકમાં પણ આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. જસદણ શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે તાલુકા હેઠળ આવતા ગામડાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.