માનવ સેવા એજ પ્રભુસેવા
મહા રક્તદાન કેમ્પ, રામ ચરિત માણસ પાઠ, સંત ભોજન – ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો
ગોંડલ ના પ્રસિદ્ધ રામજી મંદિર સદગુરુદેવ આશ્રમ ખાતે વર્ષો થી માનવસેવા એજ પ્રભુ સેવા ની જ્યોત પ્રગટાવી સતત પ્રજ્વલિત રાખનાર ગુરૂૂદેવ હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિર નું અનાવરણ, રામ ચરિત માણસ પાઠ, સંત ભોજન – ભંડારા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રામ નવમી ની ભવ્ય ઉજવણી કરવા નુ આયોજન કરાયુ છે.
મહામંડલેશ્વર 1008 શ્રી હરિચરણદાસજી મહારાજ ના સાકેતવાસ ફાગણ વદ – 11 ને એક વર્ષ પૂર્ણ થતા આગામી તા. 18 માર્ચ ના રોજ તેમની પુણ્યતિથિ નિમિતે તા. 17 ના રોજ સવારે સાત વાગ્યા થી શ્રી રામ ચરિત માનસજી ના અખંડ સમૂહ પાઠ તા.18 ના સવારે સાત વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ રામ અર્ચના પૂજન સવારે દશ કલાકે ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજ ના ધ્યાન મંદિર નું અનાવરણ અને પાદુકા પૂજન યુવરાજ કુમારસાહેબ જ્યોતિર્મયસિંહજી હવા મહેલ દ્વારા કરવામાં આવશે.
ત્યારબાદ સવારે નવ થી પાંચ મહા રક્તદાન કેમ્પ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે યોજાશે. આ તકે વીરપુર જલારામ મંદિર ના ગાદીપતિ પૂ. રઘુરામબાપા, પૂ. રાઘવાચાર્યજી મહારાજ રેવાસા પીઠાધીશ, પૂ. ડો. રામેશ્વેરદાસજી મહારાજ (ઋષિકેશ) ભુવનેશ્ર્વરીપીઠ ના પૂ. ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહેનાર છે. સાથે સાધુ સંતો, બ્રહ્મ ભોજન – અને સમવિષ્ટ ભંડારો યોજાશે જેમાં મોટી સંખ્યા માં ગુરુભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી બાપુ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
શ્રી હરિચરણદાસજી મહારાજનો 101 મોં પ્રાગટ્ય દિવસ ધામેધૂમે ઉજવાશે. 10 દિવસીય રામનવમી કાર્યક્રમ ની ભવ્ય તૈયારી સાથે ગુરુભાઈઓ માં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.આ પ્રસંગે દરરોજ હજરો ભક્તો સાધુ સંતો પ્રસાદ લેશે.રામજી મંદિર ના મહંત શ્રી જયરામદાસજી મહારાજ ની અધ્ય્ક્ષતામાં રામનવમી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવશે.
જેમાં તા. 22 માર્ચ ને બુધવારે ચૈત્ર સુદ – 1 થી કળશ સ્થાપના, શ્રી રામ ચરિત માનસજી ના પાઠ, રામજન્મોત્સવ, શ્રી રામ વિવાહ ચૈત્ર સુદ – છઠ્ઠ ને 27 મી માર્ચે પ્રાત: સ્મરણીય ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજની 101 મી જન્મજયંતિ રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે તા.30 મી માર્ચે શ્રી રામયજ્ઞ અને રામજન્મોત્સવ ત્રીજી એપ્રિલે સદગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજ ની પુણ્યતિથિ નિમિતે સમવિષ્ટ ભંડારો તેમજ છ એપ્રિલે હનુમાન જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવશે આ તકે સંત-મહંત, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈ બહેનોએ આ પ્રસંગે મોટી સંખ્યા માં લાભ લેવા મહંત શ્રી જયરામદાસજી મહારાજ અને રામજીમંદિર પરિવાર તરફથી આમંત્રણ પાઠવાયુ છે.